<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

પુણેનું ૧૪ માળનું આ બિલ્‍ડિંગ બન્‍યું છે માત્ર ૯૫ દિવસમાં

એન્‍જિનિયરિગ માર્વેલ બદલ ભ્‍પ્‍ય્‍ઝખ્‍ના નામે બે રેકોર્ડ નોંધાયા

પુણે  તા.૨૧: મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્‍ટ ઓથોરિટી (PMRDA)એ કન્‍સ્‍ટ્રક્‍શન ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચી દીધો છે. ચીખલીના સેક્‍ટર ૧૨ના હાઉસિગ પ્રોજેક્‍ટમાં PMRDAએ માત્ર ૯૫ દિવસના રેકોર્ડ સમયમાં ૧૪ માળના રેસિડેન્‍શિયલ બિલ્‍ડિંગનું કામ પૂરું કરીને સૌને આヘર્યચકિત કરી દીધા છે. આ સિદ્ધિને એશિયા બુક ઓફ રેકોર્ડ્‍સ અને ઇન્‍ડિયા બુક ઓફ રેકોર્ડ્‍સ દ્વારા સત્તાવાર માન્‍યતા આપવામાં આવી છે.

PMRDAએ આ વખતે પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડ્‍યો છે. પહેલાં PMRDAએ ૧૦૦ દિવસમાં બિલ્‍ડિંગ પૂરું કરવાનો રેકોર્ડ બનાવ્‍યો હતો અને નવા રેકોર્ડ મુજબ ૯૫ દિવસમાં બિલ્‍ડિંગ બનાવ્‍યું છે. જોકે નોંધાયેલા રેકોર્ડની વાત કરીએ તો લાર્સન એન્‍ડ ટુબ્રો (L&T)ના નામે ૯૬ દિવસમાં ૧૨ માળનું બિલ્‍ડિંગ બનાવવાનો રેકોર્ડ નોંધાયો હતો જેને PMRDAએ પાછળ છોડી દીધો છે.

આ અશક્‍ય લાગતા કાર્યને શક્‍ય બનાવવા માટે અત્‍યાધુનિક પ્રીકાસ્‍ટ (અગાઉથી તૈયાર કરાયેલા સિમેન્‍ટના બ્‍લોક) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. અંદાજે ૯૦૦૦ જેટલા શ્રમિકોએ દિવસ-રાત ૩ શિફટમાં સતત કામ કરીને આ ઇમારતને નિર્ધારિત સમયમાં પૂરી કરી હતી.

(10:56 AM IST)