તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
‘ત્રીજી વખત સત્તા... હવે લક્ષ્ય ૨૦૪૭નું વિકસિત ભારત'
નરેન્દ્રભાઈ મોદી નો ત્રીજો કાર્યકાળ ૨૦૨૪ થી અત્યાર સુધી : ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ વિકાસ, અર્થતંત્ર અને વૈશ્વિક નેતૃત્વની નવી દિશા

* ૨૦૨૪ની ચૂંટણીથી મોદી ૩.૦ સુધીની સફર
* મોદી ૩.૦ની શરૂઆત ગઠબંધન સરકારનું નવું સ્વરૂપ
* ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો ભાર
* ડિજિટલ ઈન્ડિયાથી ડિજિટલ પેમેન્ટ સુધી
* અર્થતંત્ર ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિગ હબ બનાવવા નો પ્રયાસ
* સેમિકન્ડક્ટર ટેકનોલોજીમાં આત્મ નિર્ભર ભારત
* અવકાશ ક્ષેત્રમાં નવી ગતિ
* ગરીબ અને મધ્યમ વર્ગ માટે યોજનાઓ
* મહિલા સશક્તિકરણ
* ‘વિકસિત ભારત @ ૨૦૪૭' મોદી ૩.૦ નું સૌથી મોટું વિઝન
* વિદેશ નીતિ ભારતની વૈશ્વિક ભૂમિકા વધુ મજબૂત બની
* ચીન સાથે સંબંધોમાં નવી કૂટનીતિક કવાયત રહી
* યુરોપ સાથે વેપાર અને રોકાણ ની ટ્રેડ ડીલ
* રોજગાર અને યુવાનો પર ફોકસ
* રક્ષા ક્ષેત્ર આત્મનિર્ભરતા તરફ મોટું પગલું
* મોદી ૩.૦ અત્યાર સુધીની મોટી દિશાઓ...?
* મોદી ૩.૦ ની સૌથી મોટી ખાસિયત શું.....?
(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી : મોદી ૩.૦ .... ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ વિકાસ, અર્થતંત્ર અને વૈશ્વિક નેતૃત્વ ની નવી દિશા, ‘ત્રીજી વખત સત્તા... હવે લક્ષ્ય ૨૦૪૭નું વિકસિત ભારત'....
લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના એનડીએને ૨૯૩ બેઠકો મળ્યા બાદ નરેન્દ્રભાઈ મોદીએ ૯ જૂન ૨૦૨૪ના રોજ સતત ત્રીજી વખત ભાર તના વડાપ્રધાન તરીકે શપથ લીધા , આ સાથે મોદી દેશના એવા નેતાઓમાં સામેલ થયા જેમણે સતત ત્રણ લોકસભા ચૂંટણી બાદ સરકારનું નેતૃત્વ કર્યું.
જો કે ૨૦૧૪ અને ૨૦૧૯ની સરખામણીએ ૨૦૨૪માં ભાજપ ને પોતાના બળે બહુમતી મળી નહોતી , પરંતુ એનડીએ એ બહુમતીનો આંકડો પાર કરી સરકાર બનાવી તેથી મોદી ૩.૦માં એનડીએના સાથી પક્ષોની ભૂમિકા પણ અગાઉ કરતાં વધુ મહત્વપૂર્ણ બની .
૨૦૨૪ ની ચૂંટણીથી મોદી ૩.૦ સુધી ની સફર
૨૦૨૪ની લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી, ૪ જૂન ૨૦૨૪ના પરિણામમાં ભાજપને ૨૪૦ બેઠકો, જ્યારે એનડીએને કુલ ૨૯૩ બેઠકો મળી, આ પરિણામ બાદ એનડીએના સાથી પક્ષોના સમર્થન થી સરકાર રચાઈ અને ૯ જૂને રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા, મોદીજી માટે આ ક્ષણ બની ઐતિહાસિક , ૨૦૧૪ - ૨૦૧૯ - ૨૦૨૪
ત્રણ સતત લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન તરીકે જનાદેશ મેળવવાની આ સિદ્ધિ ભારતીય રાજકારણમાં નોંધપાત્ર બની.
મોદી ૩.૦ની શરૂઆત... ગઠબંધન સરકારનું નવું સ્વરૂપ
મોદીના ત્રીજા કાર્યકાળમાં એન ડી એ ના વિવિધ સાથી પક્ષોને કેન્દ્ર સરકારમાં સ્થાન મળ્યું જેમાં મુખ્ય સાથી પક્ષોમાં, જનતા દળ (યુનાઇટેડ), તેલુગુ દેશમ પાર્ટી, શિવસેના , લોક જનશક્તિ પાર્ટી, જનતા દળ (સેક્યુલર), રાષ્ટ્રીય લોક દળ,માં જન સેના પાર્ટી સહિત ના પક્ષો નો સમાવેશ થયો, આથી મોદી ૩.૦નું રાજકીય મોડલ અગાઉના બે કાર્યકાળ કરતાં એક મહત્વના અર્થમાં અલગ બન્યું ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએનું ગઠબંધન મોડલ.
વિપક્ષને થયું કે હવે મોદીજી પહેલાની જેમ કામ નહીં કરી શકે, લોકહિતના નિર્ણયો નહીં લઈ શકે હવે તો આ સરકાર ઘોડી ઉપર ચાલતી સરકાર છે, પરંતુ ફરી નરેન્દ્ર ભાઈ એ જાણે કોંગ્રેસ પક્ષની ધારણાઓને ખોટી પાડી, પોતાની એ જ સ્ટાઇલ થી ફટકાબાજી શરૂ કરી.
૧. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો ભાર
મોદી ૩.૦માં રસ્તા, રેલવે, બંદરો, એરપોર્ટ, ફ્રેઇટ કોરિડોર અને લોજાિસ્ટિક્સ ને વિકાસ ના મુખ્ય આધાર તરીકે આગળ ધપાવવામાં આવ્યા, ૨૦૨૬માં ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના મહત્વના તબક્કાઓ પૂર્ણ થવા થી દેશની માલવાહક રેલ પરિવહન ક્ષમતામાં વધુ વધારો થયો, સપ્ટેમ્બર ૨૦૨૬માં વડોદરા ખાતે મોદી એ પヘમિ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ત્રણ મહત્વના વિભાગોનું ઉદ્ધાટન કર્યું અને સમગ્ર આશરે ૨,૮૦૦ કિમીના પૂર્વ અને પヘમિ ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટ ના પૂર્ણ થવાને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી, ગતિ શક્તિ - ઝડપી પરિવહન - ઓછો લોજિસ્ટિક્સ ખર્ચ - ઉદ્યોગોને પ્રોત્સાહન આ ચેઇનને મોદી સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર મોડલના મહત્વના ભાગ તરીકે જોવામાં આવે છે.
૨. ડિજિટલ ઈન્ડિયાથી ડિજિટલ પેમેન્ટ સુધી
મોદી ૩.૦માં ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા ને વૈશ્વિક સ્તરે લઈ જવા પર ખાસ ભાર જોવા મળ્યો, ખાસ કરીને યુપીઆઈ ભારતની ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થાનું મોટું ઉદાહરણ બન્યું છે,
સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં યુપીઆઈ ૧૧ દેશોમાં કાર્યરત હોવાનું મોદીએ જણાવ્યું હતું અને ઓગસ્ટ ૨૦૨૬માં યુપીઆઈ દ્વારા ૨૪.૫૧ અબજ ટ્રાન્ઝેક્શન, આશરે $૩૧૪ અબજના મૂલ્ય સાથે થયા હતા, હવે સરકારનું લક્ષ્ય માત્ર ભારત સુધી યુપીઆઈ રાખવાનું નહીં પરંતુ અન્ય દેશોની પેમેન્ટ સિસ્ટમ સાથે તેને વધુ જોડવાનું છે.
૩. અર્થતંત્ર : ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિગ હબ બનાવવાનો પ્રયાસ
મોદીજીના ત્રીજા કાર્યકાળમાં મેક ઇન ઈન્ડિયા, આત્મનિર્ભર ભારત, પી એલ આઈ યોજનાઓ
સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન એનર્જી, સ્ટાર્ટઅપ્સ
જેવા ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવ્યો, સરકારનું મોટું લક્ષ્ય ભારતને માત્ર બજાર નહીં પરંતુ વિશ્વ માટે ઉત્પાદન કેન્દ્ર બનાવવાનું છે , ૨૦૨૪ માં 'મેક ઇન ઈન્ડિયા' ને ૧૦ વર્ષ પૂર્ણ થતાં સરકાર દ્વારા તેને ભારતના ઔદ્યોગિક પરિવર્તન ના મહત્વ ના કાર્યક્રમ તરીકે રજૂ કરવામાં આવ્યું.
૪. સેમિકન્ડક્ટર : ટેકનોલોજીમાં આત્મનિર્ભર ભારત
મોદી ૩.૦માં સેમિકન્ડક્ટર ક્ષેત્રને વ્યૂહાત્મક મહત્વ આપવામાં આવ્યું,
ચિપ મેન્યુફેક્ચરિગ ને માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર નહીં પરંતુ , રાષ્ટ્રીય સુરક્ષા ૅ ટેકનોલોજી ‘રોજગાર' વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે જોડવામાં આવ્યું, સરકારે ભારતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનનું ઇકોસિસ્ટમ ઊભું કરવા માટે રોકાણ અને પ્રોજેક્ટ્સને આગળ વધાર્યા.
૫. અવકાશ ક્ષેત્રમાં નવી ગતિ
મોદી ૩.૦ દરમિયાન ભારતના સ્પેસ સેક્ટરમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી, સ્ટાર્ટઅપ્સ અને માનવ અવકાશયાત્રા જેવા ક્ષેત્રોને આગળ ધપાવવામાં આવ્યા, ગગનયાન, ચંદ્ર અભિયાન બાદની વૈજ્ઞાનિક મહત્વાકાંક્ષા અને સ્પેસ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ભારતની નવી ટેકનોલોજીકલ ઓળખનો ભાગ બન્યા .
૬. ગરીબ અને મધ્યમ વર્ગ માટે યોજનાઓ
ત્રીજા કાર્યકાળમાં સરકારનું એક મોટું ફોકસ રહ્યું , ‘વિકાસ સાથે કલ્યાણ' તેમાં ખાસ કરીને,
પ્રધાનમંત્રી આવાસ યોજના
ઉજ્જ્વલા, આયુષ્માન ભારત, જલ જીવન મિશન, સ્વચ્છ ભારત, જનધન, મુદ્રા, પીએમ કિસાન
મફત અનાજ યોજના , જેવી પહેલોને આગળ વધારવામાં આવી, મોદી સરકારનો દાવો રહ્યો છે કે વિકાસનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવો એ વિકસિત ભારતના લક્ષ્યનો આધાર છે.
૭. મહિલા સશક્તિકરણ
મોદી ૩.૦માં મહિલા ઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે, લખપતિ દીદી, મહિલા સ્વસહાય જૂથો, ડ્રોન દીદી અને મહિલા ઉદ્યોગસાહસિકતા જેવા કાર્યક્રમો પર ભાર મૂકાયો, મહિલાઓને માત્ર લાભાર્થી નહીં પરંતુ વિકાસની ભાગીદાર બનાવવાનો અભિગમ સરકાર દ્વારા આગળ ધપાવવામાં આવ્યો.
૮. ‘વિકસિત ભારત ક્૨૦૪૭' .. મોદી ૩.૦નું સૌથી મોટું વિઝન
ત્રીજા કાર્યકાળનું સૌથી મોટું રાજકીય અને વિકાસલક્ષી લક્ષ્ય છે, વિકસિત ભારત ક્૨૦૪૭ એટલે કે ભારતની આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થાય ત્યારે દેશને વિકસિત રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ,
આ માટે મુખ્ય ફોકસ રહીયો, આર્થિક વિકાસ, રોજગાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, શિક્ષણ, આરોગ્ય
મેન્યુફેક્ચરિગ , ડિજિટલ અર્થવ્યવસ્થા, રક્ષા, વૈશ્વિક નેતૃત્વ પર રાખવા માં આવ્યો.
૯. વિદેશ નીતિ : ભારતની વૈશ્વિક ભૂમિકા વધુ મજબૂત
મોદી ૩.૦ માં ભારતે ગ્લોબલ સાઉથ, બ્રિક્સ, જી પછીની કૂટનીતિ, અમેરિકા-યુરોપ સંબંધો, રશિયા, મધ્યપૂર્વ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સક્રિય ભૂમિકા જાળવી, હાલમાં જ સપ્ટેમ્બર ૨૦૨૬માં નવી દિલ્હી ખાતે બ્રિક્સ આઉટરીચ સમિટ દરમિયાન મોદીએ ગ્લોબલ સાઉથના અવાજને વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને આરોગ્ય, લોજાિસ્ટિક્સ, સ્ટાર્ટઅપ, એમએસએમઈ, ઊર્જા અને કૃષિ જેવા ક્ષેત્રો માં નવી પહેલો ની જાહેરાત કરી.
૧૦. ચીન સાથે સંબંધોમાં નવી કૂટનીતિક કવાયત
૨૦૨૦ ના સરહદી તણાવ બાદ ભારત-ચીન સંબંધો ખૂબ સંવેદનશીલ રહ્યા.
પરંતુ ૨૦૨૪ ના અંત થી બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા ના પ્રયાસો શરૂ થયા,
સપ્ટેમ્બર ૨૦૨૬માં મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિગની બ્રિક્સ દરમિયાન મુલાકાત માં વેપાર, પરિવહન, સાંસ્કૃતિક સંબંધો અને સરહદી શાંતિ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ, આ મોદી ૩.૦ની વિદેશ નીતિમાં સુરક્ષા સાથે આર્થિક હિતનું સંતુલન દર્શાવે છે.
૧૧. યુરોપ સાથે વેપાર અને રોકાણ
મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં યુરોપ સાથે વેપાર અને રોકાણ સંબંધો પણ મહત્વના બન્યા,
સપ્ટેમ્બર ૨૦૨૬માં ભારત અને બેલ્જિયમે વેપાર, ડિફેન્સ, ક્લીન એનર્જી, ક્રિટિકલ મિનરલ્સ, સેમિકન્ડક્ટર અને ટેકનોલોજીમાં સહકાર વધારવા માટે કરારો કર્યા તથા ઇન્વેસ્ટમેન્ટ ફાસ્ટ ટ્રેક મેચનીસમ સ્થાપવા ની જાહેરાત કરી.
૧૨. રોજગાર અને યુવાનો પર ફોકસ
મોદી ૩.૦માં યુવાનો માટે , સ્કિલ ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ, ડિજિટલ અર્થવ્યવસ્થા, મેન્યુફેક્ચરિંગ
નવી ટેકનોલોજી, એઆઈ, સેમિકન્ડક્ટર, ડ્રોન , સ્પેસ ટેકનોલોજી, જેવા ક્ષેત્રોમાં તકો વધારવાનો પ્રયાસ થયો, ૨૦૨૬માં મોદી એ ખાસ કરીને યુવાનોને એઆઈ આધારિત અર્થ વ્યવસ્થા માટે તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
૧૩. રક્ષા ક્ષેત્ર : આત્મનિર્ભરતા તરફ મોટું પગલું
મોદી ૩.૦ માં ડિફેન્સ મેન્યુફેક્ચરિગ ને વધુ પ્રોત્સાહન આપવામાં આવ્યું
જેનો મુખ્ય ઉદ્દેશ , ‘ભારત આયાત કરનાર દેશમાંથી સંરક્ષણ સાધનોનો નિકાસકાર બને.'
તે માટે સ્થાનિક ઉત્પાદન, ખાનગી કંપનીઓની ભાગીદારી અને ડિફેન્સ એક્સપોર્ટને આગળ ધપાવવાનો પ્રયાસ થયો.
૧૪. અયોધ્યા અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ
મોદી ૩.૦ની શરૂઆતના સમયગાળામાં અયોધ્યાનું રામ મંદિર પણ રાજકીય અને સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ મુદ્દો રહ્યું, રામ મંદિરના નિર્માણ બાદ અયોધ્યાને આધ્યાત્મિક કેન્દ્ર સાથે સાથે ધાર્મિક પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કેન્દ્ર તરીકે વિકસાવવાનો પ્રયાસ થયો.
નરેન્દ્રભાઈ મોદી ના ત્રીજા કાર્યકાળમાં અત્યાર સુધીની મોટી દિશાઓ વિવિધ ક્ષેત્રમાં જોઈએ તો
મોદી ૩.૦નો મુખ્ય ફોકસ
રાજકારણ... એનડીએ ગઠબંધન સરકાર
અર્થતંત્ર......આત્મનિર્ભર અને વિકસિત ભારત
ઈન્ફ્રાસ્ટ્રક્ચર...... રોડ, રેલ, ફ્રેઇટ કોરિડોર
ટેકનોલોજી......એઆઈ, સેમિકન્ડક્ટર, ડિજિટલ ઈન્ડિયા
ડિજિટલ પેમેન્ટ..... યુપીઆઈનું વૈશ્વિકીકરણ
ઉદ્યોગ..... મેક ઇન ઇન્ડિયા
રક્ષા......રક્ષા ક્ષેત્રે આત્મ નિર્ભરતા
યુવાનો......સ્ટાર્ટઅપ અને સ્કિલિગ
મહિલાઓ.....લખપતિ દીદી, SHG, ડ્રોન દીદી
વિદેશ નીતિ......ગ્લોબલ સાઉથ અને બ્રિક્સ
વિજ્ઞાન......સ્પેસ અને સેમિકન્ડક્ટર
રાષ્ટ્રીય લક્ષ્ય.....વિકસિત ભારત ક્૨૦૪૭
મોદી ૩.૦ની સૌથી મોટી ખાસિયત શું....?
પ્રથમ કાર્યકાળને જોવામાં આવે તો મુખ્ય ભાર હતો
‘સિસ્ટમમાં પરિવર્તન'
બીજા કાર્યકાળમાં,
‘મોટા નિર્ણયો અને રાષ્ટ્રવાદી એજન્ડા'
અને ત્રીજા કાર્યકાળમાં,
‘વિકસિત ભારત અને વૈશ્વિક શક્તિ બનવાની દિશા'
એવું મોદી સરકારના નીતિ-વિઝન પરથી કહી શકાય.
વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષ એટલે કે ત્રણ કાર્યકાળને એક વાક્યમાં કહેવું હોય તો એવું કહી શકાય કે
૨૦૧૪માં ‘સબકા સાથ, સબકા વિકાસ'થી શરૂ થયેલી મોદી સરકારની સફર ૨૦૧૯માં ‘નવા ભારત' અને હવે ૨૦૨૪ બાદ ‘વિકસિત ભારત @ ૨૦૪૭'ના લક્ષ્ય સુધી પહોંચી છે.
મોદી ૩.૦ નો અત્યાર સુધીનો સમયગાળો બતાવે છે કે સરકાર નું ધ્યાન માત્ર કલ્યાણ યોજના ઓ સુધી મર્યાદિત ન રાખીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ અર્થવ્યવસ્થા, એઆઈ, સેમિકન્ડક્ટર, મેન્યુફેક્ચરિંગ, ડિફેન્સ અને વૈશ્વિક કૂટનીતિ જેવા લાંબા ગાળાના ક્ષેત્રો પર પણ કેન્દ્રિત કરવામાં આવ્યું છે , અને ૨૦૨૬ સુધીમાં સરકારનું વર્ણન માત્ર ‘ત્રીજી વખત સત્તા' પૂરતું નથી રહ્યું, હવે કેન્દ્ર માં ૨૦૪૭ સુધી ભારત ને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો લાંબા ગાળા નો એજન્ડા છે.
સફર શરૂ કરી હતી એક કાર્યકર તરીકે...
મંઝિલ મળી દેશની કમાનમાં...
ત્રણ ટર્મે સાબિત કર્યું કે જનતાનો વિશ્વાસ મળે,
તો ઇતિહાસ પણ બદલાય!'' ????
૧૭ સપ્ટેમ્બર નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ.
સેવા ચાલુ છે... સંકલ્પ અડગ છે...
અને ભારતની યાત્રા અવિરત છે..!
‘અકિલા' પરીવાર તરફ થી જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ, નરેન્દ્ર ભાઈ..
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
