તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
૧૬ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRના ત્રીજા તબક્કાની જાહેરાત
ચૂંટણી પંચનો આદેશ

નવી દિલ્હી, તા.૧૪: ભારતીય લોકશાહીના પાયા સમાન મતદાર યાદીને વધુ સચોટ અને મજબૂત બનાવવા માટે ચૂંટણી પંચે કમર કસી છે. ખાસ સઘન પુનરાવર્તન (લ્ત્ય્) ના ત્રીજા તબક્કાનું બ્યુગલ ફૂંકાઈ ચૂકયું છે, જે અંતર્ગત દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્ર જેવા મહત્વના રાજ્યો સહિત કુલ ૧૬ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ અભિયાન એટલું વ્યાપક છે કે તેની પૂર્ણાહુતિ બાદ હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ જેવા બરફાચ્છાદિત પ્રદેશોને બાદ કરતાં સમગ્ર દેશ લ્ત્ય્ હેઠળ આવરી લેવામાં આવશે. દિલ્હી માટે ખાસ મહત્વની વાત એ છે કે અહીંની આખરી મતદાર યાદી ૭ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે, જે આગામી ચૂંટણીઓની તૈયારીઓ માટે નિર્ણાયક સાબિત થશે.
આ ત્રીજા તબક્કાની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આમાં અંદાજે ૩.૯૪ લાખથી વધુ બૂથ-લેવલ ઓફિસર મેદાનમાં ઉતરવાના છે. આ અધિકારીઓ કોઈ સામાન્ય સર્વે નહીં, પરંતુ ૩૬.૭૩ કરોડ મતદારોના ઘરના દરવાજા ખટખટાવશે. આ ડોરપ્રટુપ્રડોર સર્વેનો મુખ્ય ઉદ્દેશ્ય નવા મતદારોના નામ ઉમેરવા, મળત્યુ પામેલા કે સ્થળાંતર કરી ગયેલા લોકોના નામ દૂર કરવા અને મતદાર યાદીમાં રહેલી ક્ષતિઓ સુધારવાનો છે. ઓડિશા, હરિયાણા, કર્ણાટક અને તેલંગાણા જેવા રાજ્યોમાં પણ આ કામગીરી પૂરજોશમાં ચાલશે, જેથી કોઈ પણ પાત્ર નાગરિક મતાધિકારથી વંચિત ન રહી જાય.
ઉલ્લેખનીય છે કે આ અગાઉના પ્રથમ બે તબક્કામાં ૧૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે ૫૯ કરોડ મતદારોને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં ૬.૩ લાખ ગ્ન્બ્ અને ૯.૨ લાખ રાજકીય પક્ષોના એજન્ટોએ (ગ્ન્ખ્) દિવસ-રાત કામ કર્યું હતું. જોકે, પર્વતીય વિસ્તારો જેવા કે હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં હાલ પ્રતિકૂળ હવામાન અને બરફવર્ષાને કારણે આ પ્રક્રિયા થોભાવી દેવામાં આવી છે, જેનું સમયપત્રક હવામાન સુધરતા હવે પછી જાહેર કરવામાં આવશે. આ અભિયાન દ્વારા ચૂંટણી પંચ એક એવી પારદર્શક સિસ્ટમ ઉભી કરવા માંગે છે જે લોકશાહીના આગામી પર્વ માટે સંપૂર્ણ રીતે સજ્જ હોય
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
