તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
મોદીના ચહેરા જેવો માસ્ક પહેરીને ચોર પાંચ લાખના સ્માર્ટફોન ચોરી ગયો

ભીલવાડા,તા.૦૩: રાજસ્થાનના ભીલવાડામાં ચોરીનો એક અજીબ મામલો સામે આવ્યો છે. અહીં ચોર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાનો માસ્ક પહેરીને મોબાઇલ શોપમાંથી ડઝનબંધ સ્માર્ટફોન ચોરી ગયો હતો. ભીલવાડા જિલ્લાના કરેડા નામના કસબામાં એક મોબાઇલ શોપમાં ચોર મોડી રાતે છત પરથી નીચે દુકાનમાં ઘૂસ્યો હતો અને લગભગ ચારથી પાંચ લાખ રૂપિયાની કિમતના કુલ ૩૫-૪૦ સ્માર્ટફોન ચોરી ગયો હતો
દુકાનમાં અંદર લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજમાં આરોપી ચોરી કરતો દેખાયો હતો. એ વખતે તેના મોં પર માસ્ક લગાવેલો હતો. આ માસ્ક બીજા કોઈનો નહીં પણ નરેન્દ્ર મોદીના ચહેરાનો હતો
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
