<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

ભારે કરી! લગ્ન માટે છોકરો જોવા આવ્‍યા છીએ કહીને ઘરમાં આવ્‍યા, અંદર જતાં બધાના હાથ-પગ બાંધી લૂંટી લીધા

બદમાશોએ આખા પરિવારના લોકોના હાથ પગ બાંધી દાગીના અને ત્રણ મોબાઈલ લૂંટીને જતા રહ્યા : ઘરમાંથી નીકળતી વખતે ઘરનો દરવાજો બહારથી બંધ કરીને ભાગ્‍યા

ધૌલપુર તા.૩૦: રાજસ્‍થાનના ધૌલપુર જિલ્‍લાના નિહાલગંજ વિસ્‍તારની દુર્ગા કોલોનીમાં ધોળા દિવસે લૂંટની મોટી ઘટના સામે આવી છે. અહીં અડધો ડઝન લૂંટારાઓ સંબંધી બનીને એક ઘરમાં આવ્‍યા હતા અને થોડી જ મિનિટોમાં આખા પરિવારને હથિયારના દમ પર બંધક બનાવી લીધા. બદમાશોએ આખા પરિવારના લોકોના હાથ પગ બાંધી દાગીના અને ત્રણ મોબાઈલ લૂંટીને જતા રહ્યા હતા. બદમાશો ઘરમાંથી નીકળતી વખતે ઘરનો દરવાજો બહારથી બંધ કરીને ભાગ્‍યા હતા.

પીડિત મહિલા શાયરાએ જણાવ્‍યું કે, ઘટનાના સમયે તે પોતાના દીકરા અને દીકરા સાથે ઘરમાં જ હતી. ત્‍યારે કોઈએ ગેટ પર અવાજ લગાવ્‍યો. જ્‍યારે તેણે બહાર જઈને જોયું તો ચાર પાંચ લોકો સાથે એક મહિલા અને એક નાનું બાળક પણ હતું. પૂંછતા તેમણે ખુદને અલીગઢના સંબંધી હોવાનું કહ્યું. સાથે જ કહ્યું કે, તેમના દીકરાને લગ્ન માટે જોવા આવ્‍યા છે. પરિવારને આ વાત પર કોઈ શંકા ગઈ નહીં અને બધા મહેમાનોને સમજી ઘરની અંદર બોલાવી લીધા. પાણી પીવડાવ્‍યું.

ઘરની અંદર આવ્‍યા બાદ થોડી વારમાં બદમાશોએ ઘરનો દરવાજો બંધ કરી દીધો. ત્‍યાર બાદ તેમણે હથિયાર કાઢ્‍યા. અચાનક બનેલી આ ઘટનાથી પરિવાર ગભરાઈ ગયો. બદમાશોએ મહિલા, તેમના દીકરા અને દીકરી સાથે મારપીટ કરી. ત્‍યાર બાદ ત્રણેયના હાથ-પગ બાંધી દીધા અને મોં પર ટેપ ચિપકાવી દીધી, જેથી કોઈ દેકારો ન કરે. પરિવાર સંપૂર્ણપણે બદમાશોના કબજામાં હતો.

પરિવારને બંધક બનાવ્‍યા બાદ બદમાશોએ આખા ઘરની તલાશી લીધી. તિજોરી, રુમ અને સામાન ખંગાળ્‍યા બાદ તેમણે ઘરમાં રાખેલી લગભગ એક લાખ રુપિયા રોકડા, લગભગ પાંચ લાખના દાગીના અને ત્રણ મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયા. જતી વખતે બદમાશોએ બહારથી દરવાજો પણ બંધ કરી દીધો. જેથી પરિવાર તરત બહાર નીકળી મદદ માગી શકે નહીં.

બદમાશો ગયા બાદ પરિવારના લોકોએ ઘણી કોશિશ કરી એક બીજાના હાથના દોરડા ખોલ્‍યા. ત્‍યાર બાદ જેમ તેમ કરી બહાર નીકળી આજુબાજુના લોકોને જાણકારી આપી અને પોલીસને પણ સૂચના આપી. સૂચના મળતા જ નિહાલગંજ પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી અને તપાસ શરુ કરી દીધી. ઘટના બાદ પોલીસે આજુબાજુમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજ ખંગાળવાના શરુ કરી દીધા. કહેવાય છે કે ઘરની બહાર નીકળતી વખતે બદમાશો કેમેરામાં દેખાયા હતા. પોલીસ હવે આ ફુટેજના આધાર પર તેમની ઓળખ કરવી ધરપકડ કરવાના પ્રયાસો કરી રહી છે.

પીડિત મહિલાએ જણાવ્‍યું કે, આ લોકો એક મહિના પહેલા પણ તેમના ઘરે આવ્‍યા હતા. તે સમયે ઘરનું કામ ચાલી રહ્યું હતું. તેમણે પછી આવવાની વાત કહી ત્‍યાંથી જતાં રહ્યા હતા. હવે એ જ જાણકારીનો ફાયદો ઉઠાવી ફરી વાર આવ્‍યા અને ઘટનાને અંજામ આપ્‍યો. ધોળા દિવસે થયેલી આ ઘટનાએ વિસ્‍તારના લોકોમાં ડરનો માહોલ ઊભો કર્યો છે. બદમાશો જે રીતે સંબંધી બનીને આવ્‍યા, પહેલા પરિવારનો વિશ્વાસ જીત્‍યા અને પછી હથિયાર બતાવીને લૂંટી લીધા. આ ઘટનાએ લોકોની સુરક્ષા વ્‍યવસ્‍થા પર ગંભીર સવાલો ઊભા કરી દીધા છે.

 

(9:54 AM IST)