તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
હોસ્પિટલના પગથિયાં ચઢવાની નોબત જ નહીં આવે! દેશના ટોચના તબીબોએ આપ્યા નિરોગી રહેવાના ગોલ્ડન રૂલ્સ, આજથી જ અપનાવો આ આદતો
'ઉપચાર કરતાં નિવારણ શ્રેષ્ઠ': રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ પર એઇમ્સ (AIIMS) ના પૂર્વ પ્રોફેસર ડૉ. જી.સી. ખિલનાનીએ જાહેર કર્યું લાંબી જીંદગી અને હેલ્ધી લાઈફસ્ટાઈલનું સિક્રેટ

નવી દિલ્હી, તા.૦૧: ભારતમાં સામાન્ય રીતે એવું જોવા મળે છે કે લોકો નાની-મોટી બીમારીઓને અવગણતા રહે છે અને જ્યારે સ્થિતિ અત્યંત ગંભીર અથવા બેકાબૂ બની જાય ત્યારે જ હોસ્પિટલ તરફ દોડે છે. પરંતુ શું આ અભિગમ સાચો છે? ખરેખર તો, જો વહેલી તકે કાળજી રાખવામાં આવે તો હોસ્પિટલના મોંઘા ખર્ચ અને માનસિક તણાવથી બચી શકાય છે. રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ (National Doctor's Day) નિમિત્તે નવી દિલ્હીમાં 'ઇલનેસ ટુ વેલનેસ ફાઉન્ડેશન' દ્વારા આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં દેશના ખ્યાતનામ તબીબોએ ભેગા મળીને લોકોને કુદરતી રીતે સ્વસ્થ રહેવાના સુવર્ણ નિયમો જણાવ્યા છે.
'પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર' - માત્ર સૂત્ર નહીં, જીવનમંત્ર બનાવો
પીએસઆરઆઈ (PSRI) સંસ્થા અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS, નવી દિલ્હી) ના પૂર્વ પ્રોફેસર ડૉ. જી.સી. ખિલનાનીએ કાર્યક્રમ દરમિયાન ભારપૂર્વક જણાવ્યું હતું કે, "કોઈપણ બીમારી આવ્યા પછી તેની મોંઘી સારવાર કરાવવા કરતાં, તે બીમારી શરીરમાં પ્રવેશે જ નહીં તેવા પગલાં લેવા હંમેશા વધુ અસરકારક અને સમજદારીભર્યા છે." તેમણે ઉમેર્યું કે જો નાગરિકો પ્રિવેન્ટિવ હેલ્થકેર (નિવારક આરોગ્ય સંભાળ) ને પોતાની દિનચર્યાનો એક હિસ્સો બનાવી લે, તો અડધાથી વધુ ગંભીર રોગોને મૂળમાંથી જ અટકાવી શકાય છે.
તબીબોએ સૂચવેલી આ ૬ સરળ આદતો બદલી નાખશે તમારું જીવન
લાંબા અને નિરોગી આયુષ્ય માટે ડૉક્ટર્સે દરેક વ્યક્તિને પોતાની લાઈફસ્ટાઈલમાં નીચે મુજબના પાયાના ફેરફારો કરવાની સલાહ આપી છે:
• નિયમિત હેલ્થ ચેકઅપ: વર્ષમાં ઓછામાં ઓછું એકવાર બોડી ચેકઅપ કરાવો, જેથી શરીરની અંદર પાંગરી રહેલા રોગોની વહેલી ખબર પડી શકે.
• સંતુલિત આહાર: જંક ફૂડને અલવિદા કહીને રોજિંદા ભોજનમાં લીલા શાકભાજી, ફળો અને પૌષ્ટિક તત્વોનો સમાવેશ કરો.
• શારીરિક પ્રવૃત્તિ: જીમમાં જવું જરૂરી નથી, પરંતુ રોજ ૩૦ મિનિટનું ઝડપી ચાલવું, યોગ કે કસરત શરીરને એક્ટિવ રાખે છે.
• સમયસર રસીકરણ: બાળકોની સાથે-સાથે પુખ્ત વયના લોકો માટે જરૂરી રસીઓ (જેમ કે ફ્લૂ, ન્યુમોનિયા વગેરે) સમયસર લેવી હિતાવહ છે.
• ઉત્તમ સ્વચ્છતા: વ્યક્તિગત સ્વચ્છતા અને આસપાસની સફાઈ રાખવાથી અડધાથી વધુ ચેપી રોગો આપોઆપ દૂર રહે છે.
• સમયસર તબીબી સલાહ: બીમારી વધવાની રાહ જોવાને બદલે, શરૂઆતના લક્ષણો દેખાતા જ લાયક ડૉક્ટરની સલાહ લો અને જાતે દવાઓ લેવાનું (સેલ્ફ-મેડિકેશન) ટાળો.
(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
