તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
મૌન જેવુ કોઇ તપ નથી, પ્રેમ સમાન કોઇ મંઝીલ નથીઃ પૂ. મોરારીબાપુ
‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા' શ્રી રામ કથાનું વાઘા બોર્ડરની ભુમિ ઉપર ગાન

રાજકોટ, તા. ર૦: પૂ. મોરારીબાપુ સંગાર્થે, કૈલાસ-ચિત્રકુટ નામની ખાસ બે ટ્રેઇનો દ્વારા ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા' ભારત માનવી પરીક્રમાં કરી રહી છે. ગઇકાલે (સોમવાર) આ યાત્રા પંજાબથી ભારત-પાકિસ્તાન સરહદ અટારી-વાધા બોર્ડરની ભૂમિ પર પહોંચી હતી. દસમાં દિવસનો સ્વતિકરૂપ-શુભ-મંગલ-કલ્યાણક પ્રેમમય સંવાદમાં પ્રિય બાપુએ કહયું કે ભારતીય સૈનિકોની આ ભૂમિ પર ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા' પહોંચી છે. ત્યારે આ પંજાબની ભૂમિ વીરો-શહિદોની ભૂમિને પ્રણામ કરૂ છું. પંજાબમાં ચાર દ્વાર છે. (૧) રાજદ્વાર (જેમાંથી રાજમાર્ગ મળે છે) (ર) મુકિત દ્વાર (૩) સ્વર્ગ દ્વાર અને (૪) નગર દ્વાર એમ આ ચાર દ્વાર પંજાબનું સ્વસ્તિક છે. અને એના મુળમાં કેન્દ્રબિંદુ ગુરૂદ્વારા છે. બાપ ! સંગત (સાધુસંગત) અને પંગત એ પંજાબની વિશેષ દેણ છે. ગુરૂનાનકે ગ્રંથને ગ્રંથ સાહેબ ગુરૂગ્રંથ સાહેબ તરીકે મહિમાવંત કર્યો છે. ગ્રંથ સાહેબમા ગુરૂબાની છે. અને આ ગુરૂબાનીનું નિરંતર ગાન થાય છે. સાધકોએ ગુરૂબાનીનું ખુબ ગાન કર્યુ છે. નાનક કહેતા કે.. મર્દાના છેક...' એશોએ પણ સાધનામાં ગ્રંથ અને ગાનનો મહિમા કર્યો છે. ‘ગુરૂ ગ્રંથ સાહેબે' એજ પરમનું સ્વરૂપ છે માટે ગુરૂબાની ખુબ ગાઓ. ભારતીય અધ્યાત્મ પરંપરામાં નાદ-ગાન વિશેષ છે. વધુમાં સંપ્રદાયમાં હવેલી સંગીત છે. મહારાષ્ટ્ર-વાચકરી સંપ્રદાયમાં પણ અભંગ ગાન છે. બંગાળમૉ બાઉલ સંગીત છે. ઘણા સાધકો બાઉલ સંગીત દેવારી પરમતત્વની સાધનામાં નિહંતર લીન છે ગુરૂદેવ ટાગોરનું સ્મરણ કરૂ તો એણે ‘રવિન્દ્ર સંગીત' આપ્યુ છે. આમ જુદા-જુદા માર્ગોના મૂળમાં સંગીત, ગાન, નાદ, તાલ વિશેષ રહયું છે.
પૂ.મોરારીબાપુએ કહયુ કે જીવનરૂપી સ્વસ્તિકના કેટલાક સરળ-સહજ ઉપયોગી સુત્રો આપ સોૈને સાથે વ્હેચુ.. સત્ય જેવો કોઇ ધર્મનથી, દુનિયામાં ઘણા ધર્મો છે પણ સત્ય સમાન બીજો કોઇ ધર્મ નથી, મોૈન જેવું કોઇ તપ નથી દુનિયા આજે ખૂબ મુખર થતી જાય છે. સરસ્વતીનું આટલું અપમાન ન થતું જોઇએ, સરસ્વતી તો મુદુભાવિણ છે સૂરમય વાતાવરણ બગડતું જાય છે. સાસુ-બહુ બોલવાનું ઓછું કરે તો સારૂ! વિવેક વિચાર જેવું જ્ઞાન એક પણ નથી. વિચાર પ્રસ્તુતિમાં વિવેક ન હોય તો એ વ્યર્થ છે... ત્યાગ સિવાય શાંતિ નહી મળે.. જપ સમાન કોઇ યજ્ઞ નથી ક્રોધ સમાન ‘બીજો કોઇ અગ્નિ નથી' દુનિયામાં ક્રોધ બોૈ વધી રહયો છે. એ સમજાતું નથી કે દુનિયાને થયુ છે શું? જયા જુઓ ત્યાં ક્રોધ, ક્રોધ, ક્રોધ... નિંદા એ નર્ક છે, આપણે નર્કરાષ્ટ્રના નાગરિક થઇ ગયા છીએ નિંદા સમાન નર્ક નથી, શ્રેષ્ઠનો સ્વીકાર એ જ વૈરાગ્ય છે અને પ્રેમ સમાન કોઇ મંઝિલ નથી. પ્રેમ, પ્રેમ અને પ્રેમ એ જ સાચી પ્રાપ્તિ છે. (-મનોજ જોશી‘‘મજો'' રાજકોટ મો. ૯૪૨૬૨ ૪૨૧૧૫, મો. ૮૧૪૦૨ ૧૩૧૩૦)
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
