તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
સોનાના ભાવમાં મોટો ધડાકો થવાની શક્યતા : સોનું અડધા ભાવે મળવાની ભવિષ્યવાણીથી ખરીદદારોમાં ઉત્સાહ : નિષ્ણાતોએ કરી મોટી આગાહી
ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગન જેવા વૈશ્વિક નિષ્ણાતો મુજબ સોનાના ભાવ શિખર સ્તરેથી 50 ટકા સુધી ગગડી શકે છે : જો તમે ઘરેણાં બનાવવાનું વિચારતા હો તો પૈસા તૈયાર રાખવાની સલાહ

નવી દિલ્હી : જો તમે સોનાના આસમાને પહોંચેલા ભાવના કારણે ઘરેણાં બનાવવાનું ટાળી રહ્યા છો, તો તમારા માટે ખુશખબર આવી શકે છે. વૈશ્વિક બજારના નિષ્ણાતો અને ગોલ્ડમેન સૅક્સ જેવા મોટા નાણાકીય સંસ્થાઓનો દાવો છે કે આવનારા મહિનાઓમાં સોનાના ભાવમાં મોટો કડાકો જોવા મળી શકે છે. જાન્યુઆરીમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1.91 લાખના રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ, ઈરાન-અમેરિકા તણાવ, ક્રૂડ ઓઇલ અને ડોલરના વધતા દબાવ વચ્ચે ભાવ ઘટવા લાગ્યા છે. હાલમાં 24-કેરેટ સોનાની કિંમત ઘટીને ₹1.41 લાખની આસપાસ આવી પહોંચી છે.
વૈશ્વિક ટેકનિકલ સૂચકાંકો દર્શાવે છે કે આ ઘટાડો ૨૦૨૬ના અંત સુધીમાં સોનાને ૫૦ ટકા સુધી નીચે લાવી શકે છે. વર્ષ 2008ની મંદી પછી 2011 થી 2015 દરમિયાન જે રીતે સોનાના ભાવ $1,920 થી ઘટીને $1,050 પ્રતિ ઔંસ (લગભગ 45% નો ઘટાડો) થઈ ગયા હતા, તેવું જ વલણ હાલમાં પણ પુનરાવર્તિત થઈ રહ્યું છે. આ વર્ષે વૈશ્વિક માર્કેટમાં સોનું $5,595 પ્રતિ ઔંસના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા બાદ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં કરાયેલા વધારાને કારણે સોના પર ભારે દબાણ સર્જાયું છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ભારતીય બજારમાં આયાત નિયંત્રણો અને ડોલર સામે રૂપિયાના મૂલ્યના કારણે સ્થાનિક સ્તરે લગભગ 20 થી 30 ટકા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. જો વૈશ્વિક દબાણ આ જ રીતે જળવાઈ રહેશે તો સોનામાં હજુ વધુ કડાકો બોલાઈ શકે છે. તેથી જે લોકો લગ્નસરા કે રોકાણ માટે ઘરેણાં ખરીદવાની યોજના બનાવી રહ્યા છે, તેમના માટે આગામી સમય ભારે રાહત લઈને આવે તેવી શક્યતા છે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
