તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
આતંકવાદી તાલીમ કેસ: NIA એ ૧ અમેરિકન અને ૬ યુક્રેનિયનો સામે ચાર્જશીટ કરી દાખલ
મ્યાનમારના બળવાખોર જૂથોને ડ્રોન તાલીમ આપવા અને મિઝોરમથી ગેરકાયદેસર સરહદ પાર કરવાનો ગંભીર આરોપ : દિલ્હી કોર્ટે ૧ ઓક્ટોબરની તારીખ નક્કી કરી

નવી દિલ્હી : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સાત વિદેશી નાગરિકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ આરોપીઓમાં અમેરિકી નાગરિક મેથ્યુ એરોન વાન ડાઇક અને છ યુક્રેનિયન નાગરિકોનો સમાવેશ થાય છે. તેમના પર મ્યાનમારના વંશીય સશસ્ત્ર જૂથો સાથે સંબંધો રાખીને ભારત વિરોધી અને બળવાખોર દળોને લશ્કરી તેમજ ડ્રોન તાલીમ આપવાનું ષડયંત્ર રચવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.
સ્પેશિયલ જજ પ્રશાંત શર્મા સમક્ષ દાખલ કરાયેલી આ ચાર્જશીટમાં ઇમિગ્રેશન અને વિદેશી કાયદાની કલમ ૨૧ અને ૨૩ હેઠળ વિઝા નિયમોનું ઉલ્લંઘન, ગેરકાયદેસર પ્રવેશ અને સંરક્ષિત વિસ્તારોમાં અવરજવરના આરોપો મૂકવામાં આવ્યા છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
