તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
મેક્સિકોમાં આતંકઃ હથિયારધારીઓએ કર્યો અંધાધૂંધ ગોળીબાર બાળકો સહિત ૧૦ના મોત
હથિયારધારી બદમાશોએ માસૂમ બાળકો પર પણ દયા ન રાખી અને તેમના પર પણ તડાતડ ગોળીઓ વરસાવી દીધી

મેકિસકો તા.૧૮: આંતરરાષ્ટ્રીય સ્તરેથી એક અત્યંત ચોંકાવનારા અને હૃદયકંપાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મેક્સિકોમાં અજાણ્યા સશષ હુમલાખોરોએ સામાન્ય નાગરિકોને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો છે. હથિયારધારી બદમાશોએ માસૂમ બાળકો પર પણ દયા ન રાખી અને તેમના પર પણ તડાતડ ગોળીઓ વરસાવી દીધી હતી. આ ભયાનક ગોળીબારની ઘટનામાં બાળકો સહિત કુલ ૧૦ નિર્દોષ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે સન્નાટો અને શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર, ભારે હથિયારોથી સજ્જ થઈને આવેલા આ હુમલાખોરોનો હેતુ માત્ર અને માત્ર આતંક મચાવવાનો હતો. તેમણે કોઈ પણ જાતના ડર વગર અચાનક જ અંધાધૂંધ ફાયરિગ શરૂ કરી દીધું હતું. ગોળીબાર શરૂ થતાં જ આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ ભાગવા લાગ્યા હતા. પરંતુ ક્રૂર હુમલાખોરોએ ત્યાં હાજર માસૂમ બાળકોને પણ નિશાન બનાવ્યા હતા, જેના કારણે આખો વિસ્તાર રક્તરંજિત થઈ ગયો હતો અને હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.
આ સામૂહિક નરસંહારની માહિતી મળતાની સાથે જ મેક્સિકોની સ્થાનિક પોલીસ, પેરામેડિકલ સ્ટાફ અને ઉચ્ચ સુરક્ષા એજન્સીઓનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સુરક્ષાકર્મીઓએ આખા વિસ્તારને ચારેય તરફથી સીલ કરી દીધો છે અને એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘાતકી હુમલાના કારણે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ હુમલાને અંજામ આપ્યા બાદ તમામ સશષા હુમલાખોરો અંધારાનો લાભ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. સુરક્ષા એજન્સીઓ દ્વારા હવે આ હુમલાખોરોને શોધી કાઢવા માટે સમગ્ર શહેરમાં અને તેની આસપાસના વિસ્તારોમાં એક મોટું અને સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. આ હુમલો કોઈ ગેંગવોરનું પરિણામ છે કે આતંકી કૃત્ય, તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
