તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 2nd October 2026
કોકપિટ હુમલા પાછળ Terror Angle? UAE અને સાઉદી એજન્સીઓ તપાસમાં જોડાઈ
ભારતીય Captain Smit Machchharની બહાદુરીની ચર્ચા

દુબઇ તા.૨: દુબઈથી ઇઝરાયલના તેલ અવીવ જઈ રહેલી Flydubaiની ફલાઇટ જ્ક્ષ્૧૦૭૩માં બુધવારે કોકપિટ (Cockpit)ની અંદર ગંભીર વિવાદ સર્જાયો હતો. સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે જાહેર કરેલી પ્રાથમિક તપાસ મુજબ, કો-પાઇલટે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છાર પર હુમલો કર્યો હતો અને ઘટનામાં બંનેને ઇજા પહોંચી હતી. સાઉદી અધિકારીઓ સાથે શ્ખ્ચ્ની સુરક્ષા ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. આ ઘટના અંગે સાઉદી સરકાર તરફથી સામે આવેલી આ પ્રથમ સત્તાવાર વિગતો છે.
Flydubaiએ ઘટના બાદ જણાવ્યું હતું કે ફલાઇટ ડેક (Flight Deck)માં વિવાદ થયા પછી વિમાનમાં મુસાફરી કરી રહેલા અન્ય ક્રૂ મેમ્બર્સે હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિ સંભાળી હતી. ત્યારબાદ ફલાઇટને સાઉદી અરેબિયાના તબૂક સ્થિત Prince Sultan bin Abdulaziz International Airport તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. સાઉદી ગૃહ મંત્રાલય અનુસાર, ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing)ની મંજૂરી મળ્યા બાદ વિમાન ૩૦ સપ્ટેમ્બરે સવારે ૯:૪૫ વાગ્યે સુરક્ષિત રીતે ઉતર્યું હતું. વિમાનમાં ૧૭૪ મુસાફરો અને ૮ ક્રૂ મેમ્બર્સ હતા. બધાને જરૂરી મેડિકલ અને લોજિસ્ટિકલ મદદ પૂરી પાડવામાં આવી હતી.
સાંજે લગભગ ૫:૪૦ વાગ્યે તમામ મુસાફરોને Flydubaiના બીજા વિમાન દ્વારા આગળની મુસાફરી માટે રવાના કરવામાં આવ્યા હતા. બાકીના ફલાઇટ ક્રૂને અલગ ફલાઇટથી દુબઈ મોકલવામાં આવ્યા. કેપ્ટન અને કો-પાઇલટને સારવાર અને મેડિકલ ચકાસણી માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયતમાં સુધારો થતાં અને ડોક્ટરોની મંજૂરી મળ્યા બાદ બંને ગુરુવારે શ્ખ્ચ્ની સુરક્ષા ટીમ સાથે અબુ ધાબી (Abu Dhabi) માટે રવાના થયા હતા.
UAEના એટર્ની જનરલ હમદ સૈફ અલ શમ્સી (Hamad Saif Al Shamsi)એ આ ઘટનાની વિસ્તૃત તપાસના આદેશ આપ્યા છે. Public Prosecutionના નિષ્ણાત અધિકારીઓની વિશેષ ટીમ General Civil Aviation Authority (GCAA) અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે મળીને તપાસ કરી રહી છે. તપાસમાં બંને પાઇલટ વચ્ચે વિવાદ કેમ થયો, ઘટનાની પાછળ કોઈ આતંકવાદી પ્રવૃત્તિ અથવા આતંકી હેતુ (Terrorist Intent) હતો કે નહીં તેમજ હુમલો પહેલાથી આયોજિત કે કોઈના નિર્દેશ હેઠળ કરવામાં આવ્યો હતો કે નહીં તેની પણ તપાસ થશે.
અધિકારીઓને તમામ માહિતી, પુરાવા (Evidence) અને ઘટનાક્રમ એકત્ર કરીને સાચી હકીકત બહાર લાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. શ્ખ્ચ્ના એટર્ની જનરલે લોકોને તપાસ પૂર્ણ થાય તે પહેલાં અટકળો ન લગાવવા અને ચકાસણી વગરની માહિતી સોશિયલ મીડિયા પર ન ફેલાવવા અપીલ કરી છે.
UAEએ સ્પષ્ટ કર્યું છે કે Flydubaiનું આ વિમાન શ્ખ્ચ્માં રજિસ્ટર્ડ છે અને UAEના ધ્વજ હેઠળ ઉડે છે. તેથી વિમાન દેશની બહાર હોવા છતાં તેમાં કોઈ ગુનો થયો હોય તો UAEના કાયદા (UAE Law) હેઠળ તેની તપાસ કરવાનો અધિકાર દેશની ન્યાયિક સંસ્થાઓ પાસે રહે છે.
ફલાઇટના ભારતીય કેપ્ટન સ્મિત મચ્છાર આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ભારતીય અધિકારીઓ અનુસાર તેમની તબિયત સ્થિર છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના સાહસની પ્રશંસા કરતાં કહ્યું કે પોતાના જીવની ચિંતા કર્યા વિના કેપ્ટન સ્મિતે અસાધારણ હિમત બતાવી અને મોટી દુર્ઘટના ટાળવામાં મહત્વની ભૂમિકા ભજવી. ભ્પ્ મોદીએ કહ્યું કે ૧૪૦ કરોડ ભારતીયો તેમના સાહસને સલામ કરે છે અને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
