તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
આદમખોરના વાઘનો આતંકઃ એકસાથે ચાર મહિલાને ફાડી ખાધી
વાઘ આવ્યો ભાઈ વાઘ...! મહારાષ્ટ્રના ચંદ્રપુરના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ઘૃણાસ્પદ ઘટના

ચંદ્રપુર તા.૨૨: મહારાષ્ટ્રનો ચંદ્રપુર જિલ્લો ફરી એકવાર માણસ અને વન્યપ્રાણીઓ વચ્ચે વધતા ખૂની સંઘર્ષનો સાક્ષી બન્યો છે. જિલ્લાના સિદેવાહી તાલુકાના ગુંજેવાહી વિસ્તારમાં શુક્રવારે સવારે એક ધ્રૂજાવી મૂકે એવી ઘટના સામે આવી છે. અહીં જંગલની ઝાડીઓમાં ઘાત લગાવીને બેસેલા એક વાઘે ટીમરુંના પાન તોડી રહેલી ચાર મહિલાઓ પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી નાખી હતી.
ચંદ્રપુરના ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ઘૃણાસ્પદ ઘટનાઓમાંથી એક છે, જ્યાં એક જ સમયે વાઘના હુમલામાં ચાર લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. મળતી માહિતી અનુસાર ગુંજેવાહી ગામમાં રહેતી મહિલાઓ રોજની જેમ આજે સવારે ગામની નજીક આવેલા જંગલમાં ટીમરુંના પાન લેવા ગઈ હતી.
મહિલાઓ જ્યારે પોતાના કામમાં વ્યસ્ત હતી, તે દરમિયાન ઝાડીમાં છુપાયેલા વાઘે તેના પર અચાનક હુમલો કરી દીધો હતો. વાઘના હુમલાથી આખું જંગલ મોતની ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યું. અન્ય કોઈ મદદે પહોંચે એ પહેલા જ વાઘે ચારેય મહિલાઓને લોહીલુહાણ કરીને મોતને ઘાટ ઉતારી નાખી.
આ સામૂહિક શિકારના સમાચાર જેવા ગામમાં ફેલાયા, તેની સાથે જ આખા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ મોટી સંખ્યામાં સુરક્ષા બળ સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને લાશોને કબજે લઈને આગળની કાર્યવાહી શરૂ કરી.
આ ભયાવહ ઘટના બાદ સ્થાનિક લોકો વન વિભાગ સામે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે. ગામલોકોનો આરોપ છે કે, ચંદ્રપુર જિલ્લામાં વાઘ અને દીપડાના હુમલામાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ વન વિભાગ વન્યપ્રાણીઓને રહેણાંક વિસ્તાર અને બફર ઝોનથી દૂર રાખવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયું છે
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
