તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
લુધિયાણામાં ભયંકર અકસ્માત :કારની ટક્કરથી બાઈક સવાર આશરે 15 ફૂટ હવામાં ફંગોળાઈને 30 ફૂટ દૂર જઈને પટકાયો
કાર બે ઈ-રિક્ષા અને એક એક્ટિવા સાથે પણ અથડાઈ: અકસ્માતમાં કુલ પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા :ઘટના CCTV કેમેરામાં કેદ

પંજાબના લુધિયાણામાં કાર ચાલકે બાઈકને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારની જોરદાર ટક્કરથી બાઈક સવાર આશરે 15 ફૂટ હવામાં ફંગોળાઈને 30 ફૂટ દૂર જઈને પટકાયો હતો. ત્યારબાદ કાર બે ઈ-રિક્ષા અને એક એક્ટિવા સાથે પણ અથડાઈ હતી. અકસ્માતમાં કુલ પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી, જેનો વીડિયો સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસે કાર કબજે લઈને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
