તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફેન્સિંગના કામ દરમિયાન તણાવ : બાંગ્લાદેશી નાગરિકોએ બીએસએફ જવાનો પર પથ્થરમારો કર્યો
શરૂઆતમાં મૌખિક વિરોધ બાદ પરિસ્થિતિ વધુ ઉગ્ર બની અને BSF જવાનો પર પથ્થરમારો કર્યો :સરહદ વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો

ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર ફરી એકવાર તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. સરહદ વિસ્તારમાં BSF દ્વારા ચાલી રહેલા ફેન્સિંગના કામ દરમિયાન બાંગ્લાદેશના કેટલાક નાગરિકોએ અચાનક વિરોધ શરૂ કર્યો હતો. શરૂઆતમાં મૌખિક વિરોધ બાદ પરિસ્થિતિ વધુ ઉગ્ર બની ગઈ અને BSF જવાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટનાને કારણે સરહદ વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
મળતી માહિતી અનુસાર, BSF દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદને વધુ સુરક્ષિત બનાવવા માટે ફેન્સિંગનું કામ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન બાંગ્લાદેશ તરફથી કેટલાક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને તેમણે કામ રોકવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. બાદમાં પરિસ્થિતિ તંગ બનતા પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો હતો.
જોકે, સમગ્ર ઘટનામાં BSF જવાનોએ ખૂબ જ ધીરજ અને સંયમ દાખવ્યો હતો. પથ્થરમારો છતાં જવાનોએ કોઈપણ પ્રકારની આક્રમક કાર્યવાહી કરી નહોતી. મહત્વની વાત એ છે કે, પરિસ્થિતિ ગંભીર બનવા છતાં BSF તરફથી એક પણ ગોળી ચલાવવામાં આવી નહોતી. સુરક્ષા દળોએ માત્ર પોતાની સુરક્ષા જાળવી રાખીને વિસ્તારને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
