તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
ભારતમાં ટેલિગ્રામની વાપસી, પણ ‘એડિટ' ફીચર પર ૩૦ જૂન સુધી પ્રતિબંધ
ટેલિગ્રામ પર લાદવામાં આવેલો કામચલાઉ પ્રતિબંધ સમાપ્ત

નવી દિલ્હી, તા.૨૩: નીટની પરીક્ષા પૂર્ણ થ્ય બાદ ભારતમાં ટેલિગ્રામ પર લાદવામાં આવેલો કામચલાઉ પ્રતિબંધ આખરે હટાવી લેવામાં આવ્યો છે અને ગૂગલ પ્લે સ્ટોર પર આ લોકપ્રિય એપ ફરી ધૂમ મચાવવા સજ્જ થઈ ગઈ છે. ૨૨ જૂનના રોજ કેન્દ્ર સરકારનો વચગાળાનો પ્રતિબંધ સમાપ્ત થતાં જ કરોડો યુઝર્સે રાહતનો શ્વાસ લીધો છે. જો કે, આ વાપસી સંપૂર્ણ આઝાદી સાથે નથી થઈ, કારણ કે આગામી ૩૦ જૂન, ૨૦૨૬ સુધી ભારતીય યુઝર્સ માટે ટેલિગ્રામનું સૌથી ખાસ ગણાતું ‘મેસેજ એડિટિંગ' ફીચર સદંતર બંધ રહેશે. આ પ્રતિબંધ હટયા પછી પણ ઘણા વિસ્તારોમાં એપ હજુ સરખી રીતે ઓપરેટ ન થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે, જે દર્શાવે છે કે ટેકનિકલ રિસ્ટોરેશન હજુ પ્રોસેસમાં છે.
આ આકરા નિર્ણય પાછળ પરીક્ષા માફિયાઓની એક એવી માસ્ટરમાઇન્ડ ચાલ હતી જેણે સરકાર અને દિલ્હી હાઈકોર્ટ બંનેને ચોંકાવી દીધા હતા. NEET-UG પુનઃપરીક્ષાને સુરક્ષિત રાખવા માટે આઈટી એક્ટની કલમ ૬૯A હેઠળ આ પગલું લેવાયું હતું. હકીકતમાં, શાતિર તત્વો પરીક્ષાના દિવસો પહેલા ટેલિગ્રામ પર ગમે તેવા નકામા મેસેજ મોકલી રાખતા હતા, અને જેવી પરીક્ષા પૂરી થાય, એટલે જૂના મેસેજને એડિટ કરીને તેમાં અસલી પ્રશ્નપત્ર સેટ કરી દેતા હતા! ટેલિગ્રામની ખાસિયત એ છે કે મેસેજ એડિટ કર્યા પછી પણ તેનો ટાઈમસ્ટેમ્પ (મોકલવાનો સમય) જૂનો જ બતાવે છે. આ ચાલાકીના કારણે સોશિયલ મીડિયા પર એવો ભ્રમ ઊભો થતો હતો કે પેપર પરીક્ષા પહેલા જ લીક થઈ ગયું છે, જેનાથી દેશભરના લાખો વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાઈ જતો હતો.
આ ડિજિટલ રમત સામે દિલ્હી હાઈકોર્ટે પણ ૧૯ જૂને સરકારના પક્ષમાં ચુકાદો આપતા સાફ કહી દીધું કે, લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે આવા કડક આદેશો અનિવાર્ય છે. સરકારી એજન્સીઓએ કોર્ટમાં પુરાવા રજૂ કર્યા હતા કે ચેનલ એડમિન્સ નકલી પેપરો વેચીને પુરાવા નાબૂદ કરવા માટે આ એડિટ ફીચરનો દુરુપયોગ કરી રહ્યા હતા
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
