તા. ૨૮ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧૨ શનિવાર
News of Monday, 6th July 2026
તેલંગાણામાં યુવકે લૂટીને મહિલાને કુવામાં ધકેલીઃ આરોપી ઝડપાયો

હૈદરાબાદ,તાફ૦૬: તેલંગાણાના કરીમનગર જિલ્લામાં ઓનલાઈન જૂગાર અને સટ્ટાબાજી ના કારણે ૪ લાખના દેવામાં ડૂબેલા યુવકે ૫૫ વર્ષિય મહિલાને લૂટીઅને કુવામાં ધકેલી હતી. મહિલા લગભગ ૨૧ કલાક મોત સામે લડી હતી.
કુવામા મોટર પાઇપના કેબલપકડીને જીવીત રહી હતી. બીજા દિવસે સવારે ગ્રામિણોની મદદથી મહિલાને સલામત કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી.પીડિત મહિલાના નિવેદન અને ટેકનીકલ પુરાવાના આધારે પોલીસે મુખ્ય આરોપી ધમ્મા દિનેશ રેડ્ડીની ધરપકડ કરી હતી. ૫૫ વર્ષિય તંગરાલા લક્ષ્મી મજૂરી કામ કરે છ.૧ જૂલાઈના રોજ તે કામ પરથી ઘરે ન પહોચતાં તેના પુત્રએ પોલીસમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી તેમાં દાવો કરાયો હતો કે માતા કામ પર ગઇ હતી અને પરત ઘરે પહોચી નથી. આ સમયે કોઈને આવી ઘટના અંગે સંદેહ થયો ન હતો.
બીજા દિવસે સવારે પોલીસને જાણકારી મળી કે ગ્રામજનોએ લક્ષ્મીને એકકુવામાંથી બચાવી છે. પોલીસે તપાસ શરુ કરતા તેઓ એક ૨૧ વર્ષિય વિદ્યાર્થી સુધી પહોચ્યાં હતાં જે દેવામાં ડૂબી જતાં લૂંટની યોજના બનાવી હતી
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
