તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
ટ્રમ્પના ઈરાન દ્વારા યુરેનિયમ સોંપવાના સનસનાટીપૂર્ણ દાવાને તેહરાને ફગાવી દીધો
બંને દેશો વચ્ચે મડાગાંઠ વધુ ઘેરી બની

તેહરાન, તા.૧૭: ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં દાવો કર્યો હતો કે અમેરિકા અને ઈરાન એક ઐતિહાસિક પરમાણુ સમજૂતીની અત્યંત નજીક છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાન પોતાનો તમામ સમળદ્ધ યુરેનિયમનો જથ્થો, જેને તેમણે ન્યુક્લિયર ડસ્ટ તરીકે ઓળખાવ્યો છે, તે અમેરિકાને સોંપવા માટે રાજી થઈ ગયું છે. આ નિવેદને વૈશ્વિક સ્તરે ચર્ચા જગાવી હતી, કારણ કે જો આવું થાય તો તે મધ્ય પૂર્વમાં દાયકાઓથી ચાલી રહેલા પરમાણુ તણાવનો અંત લાવી શકે છે.જોકે, ઈરાને આ દાવાને માત્ર કલાકોમાં જ સંપૂર્ણપણે પાયાવિહોણો ગણાવીને ફગાવી દીધો છે. તેહરાનના સત્તાવાર સૂત્રો અને સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાકર ગાલિબાફના નજીકના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે યુરેનિયમ ટ્રાન્સફર કરવા બાબતે કોઈ પણ પ્રકારની ચર્ચા કે સમજૂતી થઈ નથી. ઈરાની મીડિયા આને ટ્રમ્પની રણનીતિનો એક ભાગ ગણાવી રહ્યું છે, જેનો હેતુ માત્ર દબાણ લાવવાનો છે.
આ વિવાદ વચ્ચે પヘમિ એશિયામાં ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ ટ્રમ્પ કરાર થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ પર મક્કમ છે. આ માઈન્ડ ગેમ વચ્ચે હવે જોવાનું એ રહેશે કે શું ખરેખર કોઈ પડદા પાછળની વાટાઘાટો ચાલી રહી છે કે પછી આ માત્ર એક રાજકીય નિવેદનબાજી છે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
