News of Friday, 22nd May 2026
બે છોકરાના બાપ સાથે લગ્ન કરાવી આપવાની જીદ લઈને ટીનેજર મોબાઇલ ટાવર પર ચડી ગઈ

બહરાઇચ તા.૨૨: ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના રુપઈહીડા ગામમાં એક નકામા પડેલા મોબાઇલ ટાવર પાસે બુધવારે આખું ગામ એકઠું થઈ ગયું હતું. પોતાની જીદ મનાવવા માટે યુવકો-યુવતીઓ ટાવર પર ચડી જાય છે એવો જ કિસ્સો હતો. જોકે આ વખતે ૧૭ વર્ષની છોકરીની ડિમાન્ડ વિચિત્ર હતી. ટીનેજર જે છોકરા સાથે લગ્ન કરાવવાની જીદ કરી રહી હતી એ ઑલરેડી પરણેલો હતો અને તેને બે સંતાનો પણ છે. છેલ્લા એક મહિનાથી તે આ યુવક સાથે પ્રેમમાં હતી એવું તેની મમ્મીનું કહેવું છે. મમ્મીએ જ્યારે તેને પેલા યુવકને મળતાં રોકી તો તેણે મોબાઇલ ટાવર પર ચડીને પોતાનો પ્રેમ જગજાહેર કરી લીધો હતો. જોકે આ કેસમાં પેલો યુવક એટલો ગંભીર જણાતો નહોતો. બે કલાકના ડ્રામા પછી પોલીસે તેને ફોસલાવીને નીચે ઉતારી હતી. તે હજી પુખ્ત ન હોવાથી પરિવારજનો તેને સમજાવીને અને બીજા ગામ મોકલીને તેને વાળી લેવાનો પ્રયત્ન કરશે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
