તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
ટીનેજરને આંખની ઉપર નીકળી આવ્યો દાંત
ડોક્ટરોનું કહેવું છે કે આ એક્ટોપિક ટૂથ કહેવાય

મદુરાઈ,તા.૨૦: તામિલનાડુના મદુરાઈમાં ૧૬ વર્ષના એક ટીનેજરને અરવિંદ આઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને ડાબી આંખની ઉપરની ભ્રમર પાસે એક મહિનાથી સોજો હતો. શરૂઆતમાં માત્ર એ ભાગ ઊપસેલો હતો, પીડા પણ નહોતી. જોકે છેલ્લા થોડા સમયથી એમાં તીક્ષ્ણ દુખાવો થઈ રહ્યો હતો. સોજો જે રીતે ઊપસી આવ્યો હતો એ જોતાં ડોક્ટરને લાગ્યું કે કંઈક અંદર હાડકાંમાં પ્રોબ્લેમ હોઈ શકે છે. ડોક્ટરોએ એનું સ્કેનિગ કર્યું તો ખબર પડી કે અંદરથી સફેદ રંગની ચીજ બહાર નીકળી રહી છે. એ કોઈ ગાંઠ છે કે બીજું કંઈ એની તપાસ કરતાં ખબર પડી કે એ હાડકું નહીં પણ દાંત જેવી રચના છે. આ દાંત ત્વચાની બહારની તરફ ઊપસી આવેલો છે એ તો ખરું જ, પણ એનાં મૂળ પણ ઊંડે સુધી છે. જાણે પેઢાનાં હાડકાંની વચ્ચે દાંત ઊગે લગભગ એવી જ રીતે આંખની ઉપરનાં હાડકાંના પોલાણમાં દાંત ઊગ્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે આ એક્ટોપિક ટૂથ કહેવાય. એ સામાન્ય રીતે મોંમાં અંદરની તરફ પેઢાંની આસપાસમાં અનિયમિત રીતે ઊગી નીકળે છે, પરંતુ મોંના પોલાણની બહાર આંખ પાસે દાંત ઊગે એવું રેર બને છે. આ દાંતથી ટીનેજરને ખૂબ તકલીફ થતી હોવાથી ડોક્ટરોએ સર્જરી કરીને એને રીમૂવ કર્યો હતો. એમાં આંખનાં મહત્ત્વના ટિશ્યુ, નર્વ્સ અને મહત્ત્વની સંરચના હોય છે એટલે આ સર્જરી નિષ્ણાતો દ્વારા કરવામાં આવી હતી
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
