<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

અમેરિકાના શેરબજારમાં ટેકનોલોજી કંપનીઓના શેરોમાં ફરી મોટું ગાબડું : એનવીડિયા લગભગ ૬ ટકા તૂટ્યો, એન્થ્રોપિકનો શેર જાહેર ભરણાના ભાવથી પણ નીચે

ન્યૂયોર્ક : અમેરિકાના શેરબજારમાં સોમવારની જબરદસ્ત તેજી બાદ મંગળવારના કારોબારમાં ટેકનોલોજી કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. 

નાસ્ડેક ૧.૪૮ ટકા ઘટીને ૨૩,૭૩૩.૫૪ અને એસએન્ડપી ૫૦૦ સૂચકાંક ૦.૫૦ ટકા ઘટીને ૭,૨૦૧.૦૯ની સપાટીએ બંધ રહ્યો હતો.

એનવીડિયાના શેરમાં ૫.૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. સેમિકન્ડક્ટર કંપનીઓના શેરોના સૂચકાંકમાં ૭.૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. 

કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ ક્ષેત્રની એન્થ્રોપિક કંપનીનો શેર તેના ૮૩ ડોલરના જાહેર ભરણાના ભાવથી પણ નીચે ઊતરી ગયો હતો.

(10:21 AM IST)