તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
ટીચરે બાળકને આપ્યું A to Z લખવાનું હોમવર્ક, સ્ટુડન્ટે આખા પાના પર લખ્યું, Write A to Z

મુંબઇ,તા.૨૭: બાળકો ક્યારેક ગેરસમજમાં એવી માસૂમ ભૂલો કરતાં હોય છે કે રમૂજી ઘટના બની જાય. સોશ્યલ મીડિયામાં એક ટીચરે ક્લિપ શેર કરી છે જેમાં સ્ટુડન્ટ્સને ઘરેથી ‘A to Z' લખીને લાવવાનું કહેવામાં આવ્યું હતું. એમાં એક બાળક નોટબુકના પાનામાં ‘Write A to Z' લખીને આવ્યો હતો. દરેક લાઇનમાં તે આ જ વાત રિપીટ કરતો રહ્યો હતો. કોઈકે આ વિડિયોને કમેન્ટ કરેલી કે ટેક્રિકલી છોકરાએ ખોટું નથી કર્યું તો કોઈકે કહ્યું કે સ્માર્ટ વર્ક કરવાના ચક્કરમાં આવી ભૂલો થવી સ્વાભાવિક છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
