<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

TCS નાશિક જાતીય સતામણી કેસમાં આરોપી નિદા ખાનનાઘર પર તાળું-ફોન પણ બંધ, ક્યાં છે નિદા ખાન? પતિએ પણ મારી પલટી

જાતીય સતામણી કેસમાં ફરાર નિદા ખાનનો પત્તો નથી: તપાસ એજન્સીઓ શોધખોળમાં લાગી, પતિના નિવેદન બદલાતા કેસમાં નવો વળાંક; પોલીસે વધુ ટીમો બનાવી

નાશિક, તા.૧૮ : TCS નાશિક જાતીય સતામણી કેસમાં આરોપી નિદા ખાન ફરાર થઈ ગઈ છે. ઘર પર તાળું લાગેલું છે અને તેનો મોબાઈલ ફોન પણ બંધ આવી રહ્યો છે. આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે નિદા ખાનના પતિએ પોતાના અગાઉના નિવેદનથી પલટી મારી દીધી.

 

પ્રાપ્ત વિગતો મુજબ TCS નાશિકની એક મહિલા કર્મચારીએ નિદા ખાન સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં નિદા ખાનના પતિએ પત્નીનો બચાવ કર્યો હતો, પરંતુ હવે પોલીસ પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નિવેદન બદલી નાખ્યું છે. પતિના બદલાયેલા નિવેદન બાદ પોલીસની શંકા વધુ ગાઢ બની છે.

 

દરમિયાન નિદા ખાન અચાનક ગાયબ થઈ ગઈ છે. પોલીસ જ્યારે તેના ઘરે પહોંચી ત્યારે ઘર પર તાળું લાગેલું હતું. તેનો મોબાઈલ ફોન પણ છેલ્લા બે દિવસથી સ્વીચ ઓફ છે. નિદા ખાન ક્યાં છે તેનો કોઈ પત્તો લાગી રહ્યો નથી. 

 

પોલીસે નિદા ખાનને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. તેના સંબંધીઓ, મિત્રો અને પરિચિતોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ટેક્નિકલ સર્વેલન્સની મદદથી તેનું લોકેશન ટ્રેસ કરવાના પ્રયાસો ચાલુ છે. પોલીસને આશંકા છે કે ધરપકડથી બચવા માટે નિદા ખાન ભૂગર્ભમાં ઉતરી ગઈ છે.

 

આ કેસમાં પતિના નિવેદન બદલાતા અને આરોપી ફરાર થતા તપાસ વધુ ગૂંચવાઈ છે. TCS દ્વારા પણ આંતરિક તપાસ સમિતિ બનાવીને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે અને સમગ્ર કેસનો ભેદ ઉકેલાઈ જશે.

(5:16 PM IST)