તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 8th May 2026
TCS ધર્માંતરણ કેસઃ ‘લેડી ડોન' નિંદા ખાનનું સંતાકૂકડીનો ખેલ ખતમઃ ધરપકડ
જામીન ફગાવ્યા બાદ પોલીસની ૨૫ દિવસની મહેનત રંગ લાવી અને પહેલી તસવીર આવી સામે : નાસિકથી ભાગીને સંભાજીનગરના ફલેટમાં સંબંધીઓ સાથે છુપાયેલી નિંદા ખાનને ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડી

નાસિક,તા.૮: નાસિકમાં આવેલી જાણીતી આઈટી કંપની TCS ની સુવિધામાં કથિત ધર્મ પરિવર્તનના મામલે છેલ્લા ઘણા સમયથી પોલીસને હંફાવતી મુખ્ય આરોપી નિદા ખાન આખરે જેલના સળિયા પાછળ પહોંચી ગઈ છે. નાસિક પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અને છત્રપતિ સંભાજીનગર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં નિદાને શહેરના નાયગાંવ વિસ્તારની કૈસર કોલોનીમાંથી મધરાતે ૧૧:૩૦ વાગ્યે દબોચી લેવામાં આવી હતી. તે એક ફલેટમાં પોતાના ચાર સંબંધીઓ સાથે રહેતી હતી અને સતત લોકેશન બદલીને પોલીસને ચકમો આપી રહી હતી. પોલીસ માટે આ મોટી સફળતા છે કારણ કે આ કેસના તાર નાસિકથી બહાર અન્ય રાજ્યો સુધી જોડાયેલા હોવાની આશંકા છે.
નિદા ખાનની ધરપકડ ટાળવા માટે તેણે અગાઉ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા મરણિયા પ્રયાસો કર્યા હતા, પરંતુ કોર્ટે તેની ગંભીરતા જોઈને અરજી ફગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલ અજય મિસાર અને ખ્ઘ્ભ્ સંદીપ મિટકેએ કોર્ટમાં પુરાવા રજૂ કરતા જણાવ્યું હતું કે, નિદાએ પીડિતાને ધાર્મિક બાબતોમાં પ્રભાવિત કરવા માટે ચોક્કસ મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરાવી હતી અને શંકાસ્પદ લિક્સ મોકલી હતી. ડિજિટલ પુરાવા અને મોબાઈલ ચેટ રેકોર્ડ્સ એ વાતની પુષ્ટિ કરે છે કે આ એક સુનિયોજિત કાવતરું હોઈ શકે છે. હવે કસ્ટોડિયલ પૂછપરછમાં એ ખુલાસો થશે કે આ રેકેટમાં તેની પાછળ અન્ય કયા મોટા માથા સામેલ છે.
ધરપકડ બાદ નિદા ખાનનું તાત્કાલિક મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને ટ્રાન્ઝિટ વોરંટની પ્રક્રિયા પૂરી કરીને તેને નાસિક લાવવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આજે તેને નાસિક રોડ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં પોલીસ તેની લાંબી રિમાન્ડની માંગણી કરી શકે છે. આ કેસમાં સાક્ષીઓના નિવેદનો અને મળી આવેલા ડિજિટલ ડેટાના આધારે તપાસ એજન્સીઓ ધર્માંતરણના આખા મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરવા માંગે છે. આ ઘટનાએ આઈટી સેક્ટરમાં કામ કરતી યુવતીઓની સુરક્ષા અને ધાર્મિક કટ્ટરતા સામે ચાલી રહેલા કેમ્પેઈન અંગે ફરી એકવાર ચર્ચા જગાડી છે
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
