<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

આઈટીઆર-૩ના રિફંડ એક મહિના બાદ પણ કરદાતાઓને નહીં મળતા ભારે દેકારો

આઇટીઆર-૧ અને ૨ ભરનારના રિફંડ આવ્‍યાને એક મહિનો થયો

મુંબઇ તા.૨૩: ઈન્‍કમટેક્‍સમાં રિટર્ન ભરાયાના ૧૫ ૪ દિવસમાં રિફંડ ચૂકવી દેવામાં આવતું હોય છે. જ્‍યારે આઇટીઆર-૩ ભરનારાઓને રિટર્ન ભર્યાને એક મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી રિફંડ નહીં મળતા કચવાટ પેદા થયો છે. કારણ કે આઈ ટી ૧૨ - ૩ ભરનારાઓના રિફંડની રકમ મોટી હોવાના કારણે તેઓને રિફંડ ઝડપથી મળે તો તેઓના વેપારમાં તેનો વપરાશ કરી શકાય તેમ છે. પરંતુ હજુ સુધી તેની પ્રોસેસ જ શરૂ કરવામાં આવી નહીં હોવાનું જાણકારો કહી રહ્યા છે.

પગાર અને પેન્‍શનની આવક, એફડીની આવક, ભાડાની આવક, ખેતીની આવક હોય તેવા કરદાતાઓ દ્વારા આઇટીઆર-૧ ભરવામાં આવતું હોય છે. જવારે પગાર, એચયુએફ, એનઆરઆઈ કે જેની આવક ૫૦ લાખથી વધુ હોય તેવા કરદાતાઓ આઇટીઆર-૨ ભરતા હોય છે. જયારે આઇટીઆર-૩ વેપાર કરતા લોકો દ્વારા ભરવામાં આવતું હોય છે. હવે ઈન્‍કમટેક્‍સ વિભાગ દ્વારા આઇટીઆર-૧ અને ૨ જે પણ કરદાતાએ ભરી દીધું હોય તેના રિટર્ન પ્રોસેસ કરીને તેઓના ખાતામાં રિફંડ પણ જમા આપી દેવામાં આવ્‍યું છે. જ્‍યારે આઈટીઆર-૩ ભરનારાઓના રિફંડ જ હજુ સુધી પ્રોસેસ કરવામાં આવ્‍યા નહીં હોવાના લીધે રિફંડ હજુ સુધી મળ્‍યા નથી. આઈટી દ્વારા રિફંડ ઝડપથી આપવામાં આવે તો વેપાર કરનારાઓ દ્વારા તે રકમને પોતાના વેપારનો વ્‍યાપ વધારવા માટે કરી શકે તેમ છે, પરંતુ પ્રોસેસ જ થયું નહીં હોવાના લીધે રિટર્નમાં કોઈ ખામી હોય તેની જ ચકાસણી કરવાની બાકી છે. તેના કારણે હજજારો કરદાતાઓના રિફંડ અટવાયા છે. જોકે રિટર્ન ભર્યા બાદ રિકંડ ૧૫ દિવસમાં જ કરદાતાને મળી જાય તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી હોવાના દાવા આઇટી દ્વારા કરવામાં આવતા હોય છે, પરંતુ આઇટીઆર-૩ના કિસ્‍સામાં આ વાતનો છેદ ઉડી જાય છે. જેથી આ રિફંડ કરદાતાઓને ઝડપથી મળે તેવી તાકીદે વ્‍યવસ્‍થા કરવામાં આવે તેવી માંગણી કરદાતાઓ દ્વારા કરવામાં આવી રહી છે.

(4:27 PM IST)