તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
કરદાતાઓએ આગામી ૭મી સુધીમાં ટીડીએસ-ટીસીએસ જમા કરાવવું પડશે
પગાર સિવાય વ્યાવસાયિક ફી, કમિશન, ભાડું, વ્યાજ અને અન્ય નિર્ધારિત ચૂકવણીઓમાં પણ ટીડીએસ લાગુ પડે છે

નવી દિલ્હી, તા. ૩ : સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે ગુજરાતના વેપારીઓ, કંપનીઓ, સંસ્થાઓ અને અન્ય કરદાતાઓ માટે આવકવેરા સંબંધિત મહત્વપૂર્ણ નિયમપાલનની તારીખ નજીક આવી રહી છે. ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન કાપવામાં આવેલા ટીડીએસ તથા વસૂલવામાં આવેલા ટીસીએસની રકમ આગામી તા.૭ સપ્ટેમ્બર સુધીમાં સરકારના ખાતામાં જમા કરાવવી પડશે. આવકવેરા વિભાગના નિયમો મુજબ સોત પર કર કપાત અથવા વસૂલાત કરનાર વ્યક્તિએ સંબંધિત રકમ નિયત સમયમર્યાદામાં કેન્દ્ર સરકારના ખાતામાં જમા કરાવવાની હોય છે.
કમિશન, ભાડું, વ્યાજ સહિતની વિવિધ ચૂકવણીઓ પર લાગુ પડતી ટીડીએસ જોગવાઈઓ મુજબ કર કપાત કરનારાઓએ સમયસર રકમ જમા કરવી પડતી હોય છે. જો સમયસર ટીડીએસ/ટીસીએસ જમા ન થાય તો કર ચૂકવણી સંબંધિત પાલનમાં ખામી ગણાઈ શકે છે અને વધારાની નાણાકીય જવાબદારી ઊભી થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. પગાર સિવાય વ્યાવસાયિક ફી, કમિશન, ભાડું, વ્યાજ અને અન્ય નિર્ધારિત ચૂકવણીઓમાં પણ ટીડીએસ લાગુ પડે છે. જે વ્યવસાયોમાં ટીસીએસ લાગુ પડે છે. તેમણે ઓગસ્ટ દરમિયાન થયેલી વસૂલાતની વિગતો ચકાસીને સંબંધિત કર સમયસર પગાર, વ્યાવસાયિક ફી, જમા કરાવવો પડશે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
