તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
જે કરદાતાને ત્યાં સર્ચ થઈ હોય તેમના માટે ITR-BN ફાઈલ કરવાની જોગવાઈ
છ વર્ષના બ્લોક એસેસમેન્ટને મહત્વ, ૨૪ જુલાઇએ CBDT દ્વારા જાહેર : સૌથી મહત્વની બાબત એ છે કે ITR-BN રિવાઈઝ કરી શકાતું નથી

નવી દિલ્હી,તા.૩૦: જે કરદાતાઓને ત્યાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવી હોય તેમના માટે ૨૪મી જુલાઈના રોજ સીબીડીટીએ ITR-BN બહાર પાડયું છે.
આ આઇટીઆર -બીએન છ વર્ષના બ્લોક સંબંધિત એસેસમેન્ટ માટેનું હોઈ આવકવેરા અધિનિયમ, ૨૦૨૫ હેઠળ ૧ એપ્રિલ, ૨૦૨૬ કે ત્યારબાદ કલમ ૨૪૭હેઠળ શરૂ થયેલી સર્ચ અથવા કલમ ૨૪૮ હેઠળ કરાયેલી રિક્વીઝિશનના કેસોમાં લાગુ પડશે. રિટર્ન ભરવાની સમયમર્યાદા સર્ચની તારીખથી આપમેળે ૬૦ દિવસ ગણવાની નથી. કલમ ૨૯૪ હેઠળ એસેસિગ ઓફિસર દ્વારા આપવામાં આવેલી નોટિસમાં દર્શાવેલો સમય જ લાગું પડશે, જે મહત્તમ ૬૦ દિવસ હોઈ શકે છે. કેટલાક મર્યાદિત ઓડિટ સંબંધિત સંજોગોમાં લેખિત અરજીથી વધારાના ૩૦ દિવસ મળી શકે છે; પરંતુ તે સામાન્ય ઍક્સ્ટેન્શન નથી.
ITR-BNમાં અનડીક્લોઝ્ડ ઈન્કમની બે રીતે વિગતો આપવી પડે છે. પ્રથમ, સેલેરી, હાઉસ પ્રોપર્ટી, બિઝનેસ, કેપિટલ ગેઈન્સ અને અધર સોર્સિસ પ્રમાણે હેડવાઈઝ વર્ગીકરણ. બીજું, રોકડ, સોનું, દાગીના, વર્ચ્યુઅલ ડિજિટલ એસેસ્ટ્સ. ખર્ચ, ખોટી ડિડન, અથવા ઍક્ઝેષ્મશન તથા ચોપડા કે દસ્તાવેજોની એન્ટ્રીસ પ્રમાણે આઈટમ વાઈઝ વર્ગીકરણ. બંને વિભાગની રકમ સરખી હોવી જરૂરી છે.
ITR-BNને માત્ર ડેટા એન્ટ્રીનું કામ માનવું ભૂલભર્યું
સૌથી મહત્વની બાબત એ છે કે ITR-BN રિવાઈઝ કરી શકાતું નથી. મોડું રિટર્ન, ખોટી ક્રેડીટ ડુપ્લિકેટ એન્ટ્રી અથવા ખોટું યર મેપિગ, ગંભીર કર, વ્યાજ, દંડ અને અપીલ સંબંધિત અસરો ઊભી કરી શકે છે. તેથી ફાઈલિગ પહેલાં દરેક ડિસ્કલોઝરને સંબંધિત સીઝ્ડ ડોક્યુમેન્ટ સાથે જોડતો એવિડન્સ રજિસ્ટર, યર વાઈઝ કોમ્પ્યુટેશન અને સ્વતંત્ર ટેક્સ ક્રેડીટ રિકોન્સાઈલેશન તૈયાર કરવું જોઈએ. ITR-BNને માત્ર ડેટા એન્ટ્રીનું કામ માનવું ભૂલભર્યું છે.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
