News of Saturday, 19th September 2026
ટાટા AIA લાઈફ ઈન્શ્યોરન્સે શુભ એસઆઇપી લોંચ કરી

રાજકોટ, તા.૧૯: ભારતની અગ્રણી પ્રાઈવેટ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની પૈકીની એક અગ્રણી ટાટા AIA લાઈફ ઈન્શ્યોરન્સેટાટા AIA Shubh SIP લોંચ કરી છે, જે એક યુનિટ-લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન(ULIP) છે, જેને વેલ્થ ક્રિએશન, પ્રોટેક્શન અને રિટાયરમેન્ટ પ્લાનિંગને એક જ ફ્લેક્સિબલ સોલ્યુશન આપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે.
આ પ્લાન લોકોને માર્કેટ સાથે લિંક્ડ ફંડનું નિર્માણ કરવા, પરિવાર માટે ફાયનાન્શિયલ સુરક્ષા મજબૂત કરવા અને રિટાયરમેન્ટ સમયે વ્યવસ્થિત રીતે પૈસાને ઉપાડવાને લગતું આયોજન કરવામાં મદદ કરે છે.
આ લોંચ અંગે ટિપ્પણી કરતાં ટાટા AIG લાઈફ ઈન્શ્યોરન્સના ચીફ બિઝનેસ ઓફિસરપ્રપાર્ટનરશિપ ડિસ્ટ્રીબ્યુશન અને ગ્રુપ બિઝનેસ, શ્રી જીલાની બાશાએ જણાવ્યું હતું કે, ફાયનાન્શિયલ પ્રાયોરિટીઝ જીવન પર્યાંત એક સમાન રહેતી નથી. વર્તમાન સમયની જરૂરિયાત કદાંચ સંપત્તિ સર્જનનું હોય, ત્યારબાદ આવતીકાલ પરિવારની જવાબદારીને સુરક્ષિત કરવાની હોય. ટાટા AIG Shubh SIP સાથે અમારો ઉદ્દેશ આ બદલાતી જરૂરિયાતોને એક જ ફ્લેક્સિબલ સોલ્યુશન રજૂ કરવાના હતા, જેથી લોકો તેમની ફાયનાન્શિયલ જર્ની આગળ જાળવી રાખી શકાય અને તેને જીવનના દરેક પડાવ પર ફરીથી શરૂ કરવી ન પડે.(
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
