<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

તમિલનાડ માર્કેન્‍ટાઇલ બેંક ત્રિમાસિક ગાળાના અનઓડીટેડ પરિણામો જાહેર

 

રાજકોટઃ  તમિલનાડ મર્કેન્‍ટાઈલ બેંક લિમિટેડ (ટીએમબી) દેશની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ખાનગી બેંકો પૈકીની એક છે, જેનું હેડક્‍વાર્ટર થૂથુકુડીમાં આવેલું છે ૧૦૪ વર્ષનો સમૃદ્ધ ઐતિહાસિક વારસો ધરાવતી આ બેન્‍ક પોતાના મજબૂત ફાઇનાન્‍સિયલ બેકગ્રાઉન્‍ડ તેમજ સતત નફો કરવાના ઉત્‍કૃષ્ટ ટ્રેક રેકોર્ડ સાથે આગળ વધી રહી છે.

ટીએમબી ૧૭ રાજ્‍યો અને ૪ કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં ૬૨૮ શાખાઓ તેમજ ૧૩ પ્રાદેશિક કચેરીઓ સાથે દેશભરમાં હાજરી ધરાવી ૫૩ લાખથી વધુ સંતુષ્ટ ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. તમિલનાડ મર્કેન્‍ટાઈલ બેંક લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્‍ટસે થૂથુકુડી ખાતે યોજાયેલી બેઠકમાં ૩૦ જૂન, ના રોજ પૂરાં થયેલાં ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામોને મંજૂરી આપી હતી.

 બેંકના મેનેજિંગ ડિરેક્‍ટર અને સીઈઓ શ્રી સાલી એસ.નાયરે આ પરિણામોની જાહેરાત કરી હતી. આ પ્રસંગે બેન્‍કના એક્‍ઝિક્‍યુટિવ ડિરેક્‍ટર, ચીફ ફાઇનાન્‍શિયલ ઓફિસર, એક્‍ઝિક્‍યુટિવ વાઇસ પ્રેસિડન્‍ટ્‍સ અને બેંકના અન્‍ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(3:49 PM IST)