તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરારમાં ૩૦૦ મિલિયન ડોલર આપવાની વાત માત્ર અફવા: ટ્રમ્પે કહ્યું કે વિપક્ષી પાર્ટી ડેમોક્રેટ્સ દ્વારા ફેલાવાયેલી તદ્દન ફેક ન્યૂઝ છે
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પણ આ સમજૂતીને માન્યતા આપીને તેને યુદ્ધનો અંત લાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું: શુક્રવારે જીનીવામાં અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ માત્ર દોઢ પાનાના આ ઐતિહાસિક દસ્તાવેજ પર હસ્તાક્ષર કરશે

વોશિંગ્ટન: ખાડી દેશોમાં ઘણા મહિનાઓથી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષનો હવે અંત આવવા જઈ રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર જાહેરાત કરી છે કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે શાંતિ માટે પ્રારંભિક કરાર પર હસ્તાક્ષર થઈ ગયા છે અને શુક્રવારે જીનીવા ખાતે તેની પર ઔપચારિક મહોર વાગશે. ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્પષ્ટતા કરી છે કે આ ડીલ મુજબ ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર વિકસાવશે નહીં. વધુમાં, ઈરાનને ૩૦૦ મિલિયન ડોલર ચૂકવવાની વાતને તેમણે વિપક્ષી પાર્ટી ડેમોક્રેટ્સ દ્વારા ફેલાવાયેલી તદ્દન ફેક ન્યૂઝ ગણાવી હતી. બીજી તરફ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પણ આ સમજૂતીને માન્યતા આપીને તેને યુદ્ધનો અંત લાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. જીનીવામાં અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ માત્ર દોઢ પાનાના આ ઐતિહાસિક દસ્તાવેજ પર હસ્તાક્ષર કરશે, જેમાં ઈરાન પર લાદવામાં આવેલા મોટા પ્રતિબંધોમાંથી મુક્તિ આપવાની જોગવાઈ સામેલ છે. જોકે આ સમજૂતીને આખરી ઓપ આપવાનું હજુ બાકી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ કરારને મધ્યપૂર્વમાં શાંતિ માટેની એક બહુ મોટી કૂટનીતિક જીત તરીકે જોવામાં આવી રહ્યો છે.
(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
