<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું ‘અર્નબ’ વધુ શક્તિશાળી બનતાં તંત્ર એલર્ટ મોડ પર

સવારે આંધ્રપ્રદેશના બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે ત્રાટકે તેવી આગાહી: પવનની ઝડપ 140 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા

નવી દિલ્હી : બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું ‘અર્નબ’ વધુ શક્તિશાળી બનતાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. વાવાઝોડું બુધવારે સવારે આંધ્રપ્રદેશના બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે ત્રાટકે તેવી આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન પવનની ઝડપ 140 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. હાલ વાવાઝોડું 23 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશ અને ઓડિશા સહિત દેશનાં નવ રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

  બીજી તરફ, સંભવિત નુકસાનને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર પણ સક્રિય બની છે. દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને વાવાઝોડા સામેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા, રાહત અને બચાવ કામગીરી માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

(7:21 PM IST)