<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

બ્‍લિંકિટ અને એમેઝોન નાઉની જોરદાર ટક્કર વચ્‍ચે સ્‍વિગીનો મોટો

નિર્ણયઃ ઇન્‍સ્‍ટામાર્ટના ૩૪૦ કર્મચારીઓની છટણી કરવાની તૈયારી ક્‍વિક કોમર્સ ક્ષેત્રમાં વધતી હરીફાઈ વચ્‍ચે ખર્ચ ઘટાડવા અને કળત્રિમ બુદ્ધિમત્તાનો વધુ ઉપયોગ કરવા સ્‍વિગી દ્વારા વ્‍યાપક ફેરફાર હાથ ધરાયા

બેંગલુરુ, તા.૨૭: ઓનલાઇન ખાદ્યપદાર્થો અને ઘરવપરાશની ચીજવસ્‍તુઓ પહોંચાડતી સ્‍વિગી કંપની તેના ક્‍વિક કોમર્સ વિભાગ ઇન્‍સ્‍ટામાર્ટમાંથી આશરે ૩૪૦ કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. કંપનીના માળખામાં ફેરફાર અને ખર્ચ ઘટાડવાની કવાયતના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્‍યો હોવાનું જાણવા મળે છે.

ઇન્‍સ્‍ટામાર્ટને બ્‍લિંકિટ, ઝેપ્‍ટો, ફિ્‌લપકાર્ટ મિનિટ્‍સ અને એમેઝોન નાઉ તરફથી આકરી સ્‍પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. કળત્રિમ બુદ્ધિમત્તાનો વધુ ઉપયોગ કરીને કાર્યક્ષમતા વધારવા ઉપર કંપની ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહી છે.

કંપનીના કોર્પોરેટ અને સહાયક વિભાગોના કર્મચારીઓને આ નિર્ણયની મુખ્‍ય અસર થશે. જોકે માલસામાનના સંગ્રહ કેન્‍દ્રો, સપ્‍લાય ચેઇન અને ગ્રાહકો સુધી વસ્‍તુઓ પહોંચાડવાની વ્‍યવસ્‍થામાં રોકાણ ચાલુ રાખવાની યોજના છે.

ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં સ્‍વિગીની સંકલિત ચોખ્‍ખી ખોટ ૯૨૨ કરોડ રૂપિયા નોંધાઈ હતી.

(3:42 PM IST)