News of Saturday, 16th May 2026
ઇંધણના ભાવવધારા સામે સ્વિગી, ઝોમેટો, ઓલા અને ઉબેરની 5 કલાક સેવાઓ બંધ: લાખો ગિગ વર્કર્સની દેશવ્યાપી હડતાળ
આંદોલનના ભાગરૂપે બપોરે 12:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધી એમ સતત પાંચ કલાક માટે તમામ પ્રકારની ડિલિવરી અને કેબ સેવાઓ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય

નવી દિલ્હી :દેશમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવોની સીધી અસર હવે એપ-આધારિત ડિલિવરી સેવાઓ અને કેબ ડ્રાઇવરો પર જોવા મળી રહી છે. વધતા આર્થિક બોજ સામે વિરોધ નોંધાવવા માટે ગિગ એન્ડ પ્લેટફોર્મ સર્વિસીસ વર્કર્સ યુનિયન (GIPSWU) દ્વારા આજે, 16મી મેના રોજ દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ આંદોલનના ભાગરૂપે બપોરે 12:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધી, એમ સતત પાંચ કલાક માટે તમામ પ્રકારની ડિલિવરી અને કેબ સેવાઓ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
હાલમાં સ્વિગી, ઝોમેટો, બ્લિંકિટ, ઝેપ્ટો, ઓલા, ઉબેર અને રેપિડો જેવી જાણીતી એપ-આધારિત કંપનીઓ સાથે લાખો ડિલિવરી પાર્ટનર્સ અને ડ્રાઇવરો જોડાયેલા છે. આ તમામ ગિગ વર્કર્સની રોજીરોટી મુખ્યત્વે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો પર નિર્ભર છે. યુનિયનના જણાવ્યા અનુસાર, ઇંધણના ભાવમાં અસાધારણ વધારો થવાને કારણે આ કામદારોની દૈનિક બચત નહિવત થઈ ગઈ છે. વળી, વર્તમાન સમયમાં પડી રહેલી અસહ્ય ગરમીમાં લાંબા કલાકો સુધી કામ કરવાને લીધે તેઓ ઓલરેડી શારીરિક અને માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે, જેમાં હવે આ આર્થિક સંકટે તેમની મુશ્કેલીઓ બમણી કરી દીધી છે.
કામદારોની મુખ્ય ફરિયાદ એ છે કે પેટ્રોલ-ડીઝલ મોંઘા થતાં જ તેમનો દૈનિક ખર્ચ તુરંત વધી જાય છે, પરંતુ કંપનીઓ દ્વારા તેમને અપાતા ડિલિવરી ચાર્જ કે પ્રતિ કિલોમીટરના મહેનતાણામાં કોઈ સુધારો કરવામાં આવતો નથી. આથી ગિગ અને પ્લેટફોર્મ સર્વિસીસ વર્કર્સ યુનિયને કંપનીઓ પાસે માંગ કરી છે કે:
- પ્રતિ કિલોમીટરનો લઘુત્તમ દર ₹20 નક્કી કરવામાં આવે.
- વધતા ઇંધણ ખર્ચનો સંપૂર્ણ બોજ કામદારો પર નાખવાને બદલે કંપનીઓ તેમાં હિસ્સેદારી કરે.
- સરકાર આ બાબતમાં વહેલી તકે હસ્તક્ષેપ કરીને ગિગ વર્કર્સ માટે ચોક્કસ માર્ગદર્શિકા જાહેર કરે.
-
ભારતમાં હાલમાં અંદાજે 1 કરોડ 20 લાખ જેટલા ગિગ અને પ્લેટફોર્મ કામદારો ફૂડ ડિલિવરી, ગ્રોસરી સપ્લાય, લોજિસ્ટિક્સ અને કેબ સેવાઓ સાથે સંકળાયેલા છે. આ તમામ લોકોને વાહનનું મેઇન્ટેનન્સ, ઇંધણ અને અન્ય આનુષંગિક ખર્ચાઓ પોતાની જેબમાંથી જ ભોગવવા પડે છે.
સંગઠને સ્પષ્ટ કર્યું છે કે શનિવારનું આ આંદોલન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેશે, જેનો ઉદ્દેશ્ય સરકાર અને કંપનીઓનું ધ્યાન ખેંચવાનો છે. જો કે, સાથે જ એવી ચીમકી પણ આપવામાં આવી છે કે જો કંપનીઓ દ્વારા વેતન વધારા અંગે સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે,
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
