<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

‘‘સ્‍વસ્‍તિક રામકથા યાત્રા'' પૂજય મોરારીબાપુના વ્‍યાસાસને કાલથી દ્વારકાથી પુરી સુધી આયોજન

કોઇ પાસ કે પરમિશનની જરૂર નથી, પોતાનું વાહન લઇને સૌ કોઇ કથામાં જોડાઇ શકશે - ૧૪ થી રર નવેમ્‍બર સુધી ૯ દિવસની દિવ્‍ય યાત્રા

રાજકોટ તા.૧૩,  ભક્‍તિ, શ્રદ્ધા અને રામ નામના જાપ સાથે સ્‍વસ્‍તિક રામ કથા યાત્રા - માનસ ચાર ધામ યાત્રા રામકથા પાર્ટ-૨ નું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. આ દિવ્‍ય યાત્રા તા. ૧૪ નવેમ્‍બર ૨૦૨૬ થી તા. ૨૨ નવેમ્‍બર ૨૦૨૬ સુધી દ્વારકાથી પુરી સુધી યોજાશે.

આ યાત્રામાં સૌથી મહત્‍વની વાત એ છે કે, કથામાં આવવા માટે કોઈપણ પ્રકારના પાસ કે પરમિશનની જરૂર નથી. પોતાનું વાહન લઈને દરેક ભક્‍ત પોતાની અનુકૂળતા મુજબ કોઈપણ સ્‍થળે કથામાં જોડાઈ શકશે.

આ ૯ દિવસીય યાત્રા દરમિયાન રોજ અલગ-અલગ પવિત્ર ધામમાં રામકથાનું આયોજન થશે. ભક્‍તોને ભગવાન શ્રીરામના ચરિત્ર, મર્યાદા, ભક્‍તિ અને જીવન મૂલ્‍યોનું રસપાન કરાવવામાં આવશે.

૯ દિવસનો સંપૂર્ણ યાત્રા પ્‍લાન જોઇએ તો  -

દિવસ-૧ : તા. ૧૪.૧૧.૨૦૨૬ - દ્વારકા, દ્વારકા,  દ્વારકાથી સોમનાથની દૂરી ૨૩૭ કિ.મી. - ૪ કલાકની યાત્રા.

દિવસ-૨ : તા. ૧૫.૧૧.૨૦૨૬ - સોમનાથ, સોમનાથ, ગુજરાત - ૩૬૨૨૬૫, સોમનાથથી ડાકોરની દૂરી ૪૫૦ કિ.મી. - ૮ કલાકની યાત્રા

દિવસ-૩ : તા. ૧૬.૧૧.૨૦૨૬ - ડાકોરજી, ડાકોર, ખેડા, ગુજરાત - ૩૮૮૨૨૫, ડાકોરથી ઉજ્જૈનની દૂરી ૩૧૬ કિ.મી. - ૬ કલાકની યાત્રા

દિવસ-૪ : તા. ૧૭.૧૧.૨૦૨૬ - ઉજ્જૈન, ઉજ્જૈન, મધ્‍યપ્રદેશ ઉજ્જૈનથી નાગપુરની દૂરી ૫૦૫ કિ.મી. - ૯ કલાકની યાત્રા

દિવસ-૫ : તા. ૧૮.૧૧.૨૦૨૬ - નાગપુર,નાગપુર, મહારાષ્‍ટ નાગપુરથી ચંપારણ્‍યની દૂરી ૩૨૦ કિ.મી. - ૬ કલાકની યાત્રા

દિવસ-૬ : તા. ૧૯.૧૧.૨૦૨૬ - ચંપારણ્‍ય, ચંપારણ્‍ય, રાયપુર, છત્તીસગઢ - ૪૯૩૮૮૫

ચંપારણ્‍યથી માયાપુરની દૂરી ૯૩૯ કિ.મી. - ૧૯ કલાકની યાત્રા

દિવસ-૭ : તા. ૨૦.૧૧.૨૦૨૬ - માયાપુર, માયાપુર, પヘમિ બંગાળ - ૭૪૧૩૧૩, માયાપુરથી કોલકાતાની દૂરી ૧૩૮ કિ.મી. - ૩ કલાકની યાત્રા

દિવસ-૮ : તા. ૨૧.૧૧.૨૦૨૬ - કોલકાતા,  કોલકાતાથી પુરીની દૂરી ૪૯૯ કિ.મી. - ૧૦ કલાકની યાત્રા

દિવસ-૯ : તા. ૨૨.૧૧.૨૦૨૬ - પુરી, પુરી, ઓડિશા - ૭૫૨૦૦૧

આ યાત્રા દ્વારા ગુજરાત, મધ્‍યપ્રદેશ, મહારાષ્‍ટ્ર, છત્તીસગઢ, પ?મિ બંગાળ અને ઓડિશા એમ છ રાજ્‍યોના પવિત્ર ધામોમાં રામકથાનો લાભ ભક્‍તોને મળશે. દ્વારકાથી શરૂ થઈને પુરીમાં પૂર્ણ થતી આ યાત્રા ભક્‍તો માટે જીવનમાં એક વખત અવશ્‍ય લેવા જેવો દિવ્‍ય અનુભવ બની રહેશે.

આયોજકો દ્વારા તમામ ભક્‍તોને પોતાના વાહન સાથે યાત્રામાં જોડાવા અને રામકથાનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. તેમ જયદેવભાઈ માંકડ (તલગાજરડા)ની યાદીમાં જણાવ્‍યું છે.

(11:56 AM IST)