News of Wednesday, 6th May 2026
મમતાને માત આપનાર સુવેન્દુ બનશે નવા મુખ્યમંત્રીઃ કાલે વિધાયક દળની બેઠકમાં લાગશે મહોર
નંદીગ્રામના ‘જાયન્ટ કિલર' અને ભાજપના આક્રમક ચહેરા સુવેન્દુ અધિકારીના નામ પર દિલ્હીથી લીલીઝંન્ડી : દિલીપ ઘોષ અને અગ્નિમિત્રા પોલ જેવા દિગ્ગજોને પાછળ છોડી બાજી મારી

કોલકાતા, તા.૬: પશ્ચિમ બંગાળના રાજકીય આકાશમાં એક નવો સૂર્યોદય થવા જઈ રહ્યો છે. ૨૯૩ બેઠકોમાંથી ૨૦૭ બેઠકો જીતીને ભાજપે મમતા બેનર્જીના ૧૫ વર્ષના કિલ્લાને ધ્વસ્ત કર્યા બાદ હવે સત્તાની કમાન કોણ સંભાળશે તે સસ્પેન્સ પરથી પડદો ઉચકાઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મમતા બેનર્જીને ભવાનીપુરમાં હારનો સ્વાદ ચખાડનાર અને નંદીગ્રામમાં ભાજપનો વિજયધ્વજ લહેરાવનાર સુવેન્દુ અધિકારી બંગાળના આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. ગુરુવારે યોજાનારી ભાજપ વિધાયક દળની બેઠકમાં સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત કરવામાં આવશે, જેની સાથે જ બંગાળમાં એક નવા યુગનો -ારંભ થશે.
સુવેન્દુ અધિકારી માત્ર એક નેતા નથી, પરંતુ બંગાળના રાજકારણમાં એક મજબૂત શક્તિ તરીકે ઉભરી આવ્યા છે. મેદિનીપુરના પ્રભાવશાળી અધિકારી પરિવારમાંથી આવતા સુવેન્દુએ ૨૦૨૦માં જ્યારે તળણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપનો સાથ પકડ્યો, ત્યારે જ બંગાળમાં પરિવર્તનના શ્રીગણેશ થઈ ગયા હતા. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન હિન્દુત્વના એજન્ડાને જે રીતે ધાર આપી અને સીધી લડાઈમાં દીદીને હંફાવ્યા, તેણે જ હાઈકમાન્ડને પ્રભાવિત કર્યા છે. જોકે આ રેસમાં દિલીપ ઘોષ અને રૂપા ગાંગુલી જેવા નામો પણ ચર્ચામાં હતા, પરંતુ જમીની સ્તરે કાર્યકરોમાં સુવેન્દુની લોકપ્રિયતા અને તેમની સંગઠનશક્તિએ તેમને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર બનાવ્યા છે.
બંગાળની જનતા હવે એક એવી સરકારની આશા રાખી રહી છે જે વિકાસની સાથે શાંતિ સ્થાપે. સુવેન્દુ અધિકારી માટે મુખ્યમંત્રી પદ કાંટાનો તાજ સાબિત થઈ શકે છે, કારણ કે તેમને રાજ્યની કથળતી કાયદો અને વ્યવસ્થા સુધારવાની સાથે સાથે ભાજપના સંકલ્પ પત્રના વચનો પણ પૂરા કરવાના રહેશે. ૨૦૨૧ થી ૨૦૨૬ સુધીના લાંબા સંઘર્ષ બાદ સુવેન્દુએ જે રીતે મમતા બેનર્જીના ગઢમાં ગાબડું પાડ્યું છે, તે જોતા ભાજપ કેન્દ્રીય નેતળત્વએ તેમના પર પૂરો ભરોસો મૂકયો છે. આવતીકાલની બેઠક બાદ બંગાળના રાજકારણમાં સત્તાવાર રીતે દાદાનો યુગ શરૂ થશે.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
