તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
સુવેન્દુ કેબિનેટનું વિસ્તરણઃ ૩૫ મંત્રીઓએ લીધા શપથ
નવા વહીવટી માળખામાં પ્રાદેશિક અને જ્ઞાતિગત સંતુલન પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું અર્જુન સિંહ અને ક્રિકેટર અશોક ડિંડાને મળી મોટી જવાબદારી

કોલકાતા, તા.૧: પヘમિ બંગાળના રાજકીય ઇતિહાસમાં ૧૫ વર્ષ જૂના મમતા બેનર્જીના શાસનને ઉથલાવીને સત્તા પર આવેલી ભાજપ સરકારે સોમવારે પોતાનો પ્રથમ મોટો વહીવટી વિસ્તાર કર્યો છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નેતળત્વવાળી સરકારના આ શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આર.એ. રવિએ ૧૩ કેબિનેટ, ૩ સ્વતંત્ર હવાલો અને ૧૯ રાજ્યકક્ષાના મંત્રીઓ સહિત કુલ ૩૫ ધારાસભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ભવ્ય શપથવિધિના બરાબર ત્રણ અઠવાડિયા બાદ યોજાયેલા આ કાર્યક્રમથી બંગાળ મંત્રીમંડળમાં હવે કુલ સભ્યોની સંખ્યા ૬ થી વધીને ૪૧ થઈ ગઈ છે, જે વિધાનસભાની મર્યાદાથી માત્ર ત્રણ જ ઓછી છે.
આ નવગઠિત મંત્રીમંડળમાં ભાજપે બંગાળના ભૌગોલિક અને સામાજિક સમીકરણોને ખૂબ જ બારીકાઈથી સાધવાનો પ્રયાસ કર્યો છે. કેબિનેટ મંત્રી તરીકે અર્જુન સિંહ, તાપસ રોય, શારદાવત મુખર્જી અને સ્વપ્ન દાસગુપ્તા જેવા અનુભવી નેતાઓને સ્થાન મળ્યું છે, તો બીજી તરફ પૂર્વ ક્રિકેટર અશોક ડિંડા, જોયલ મુર્મુ અને આનંદમય બર્મન જેવા યુવા અને લોકપ્રિય ચહેરાઓને રાજ્યમંત્રી બનાવીને સંગઠનમાં નવો ઉત્સાહ ફૂંકાયો છે. આ વિસ્તરણમાં બ્રાહ્મણ, ઓબીસી, આદિવાસી, માતુઆ અને રાજવંશી સમુદાયોના પ્રતિનિધિઓને સપ્રમાણ સ્થાન આપીને ભાજપે આગામી સમય માટે પોતાની પક્કડ મજબૂત કરી લીધી છે.
તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ૨૯૪ માંથી ૨૦૦ થી વધુ બેઠકો જીતીને ઐતિહાસિક બહુમતી મેળવનાર સુવેન્દુ સરકાર માટે આ વિસ્તરણ બંગાળના સર્વાંગી વિકાસનો રોડમેપ તૈયાર કરવા સમાન છે. લોકભવન અને નબન્ના ખાતે ચાલી રહેલી આ રાજકીય હલચલ વચ્ચે હવે વિપક્ષ પણ સરકારની દરેક નીતિ પર નજર રાખી રહ્યો છે
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
