હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહારાષ્ટ્રના લાતુરમાં કુરિયર કંપનીની વૅનમાં પાર્સલ ઉતારતી વખતે થયો શંકાસ્પદ ધડાકો: એક કર્મચારી ગંભીર રીતે દાઝ્યો
પાર્સલમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા વિસ્તારમાં ગભરાટ છવાયો; ફટાકડા, જ્વલનશીલ રસાયણ કે બેટરીના કારણે વિસ્ફોટ થયાની આશંકાથી ફોરેન્સિક તપાસ શરુ.

લાતુર : મહારાષ્ટ્રના લાતુર શહેરમાં શનિવારે સવારે એક કુરિયર કંપનીની પિકઅપ-વૅનમાંથી સામાન ખાલી કરતી વખતે અચાનક મોટો ધડાકો થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સવારે ૯.૩૦ વાગ્યાના સુમારે કુરિયર કંપનીના કર્મચારીઓ વૅનમાં આવેલી સામગ્રીના પાર્સલ ઉતારી રહ્યા હતા, તે જ સમયે અચાનક એક પાર્સલમાં સનસનાટીભર્યો વિસ્ફોટ થયો હતો અને ચોતરફ ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા.
ઘટનાની વિગતવાર માહિતી આપતા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે આ અણધારી દુર્ઘટનામાં પાર્સલ ખાલી કરી રહેલો એક કર્મચારી ગંભીર રીતે દાઝી ગયો હતો, જેને ત્વરિત સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.
આ ઘટનાની જાણ થતાં જ શિવાજીનગર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વૅનની બારીકાઈથી તપાસ હાથ ધરીને વિસ્ફોટના ચોક્કસ કારણો જાણવા માટે ફોરેન્સિક નિષ્ણાતોની ટીમને પણ સ્થળ પર પાલાવવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓના સત્તાવાર નિવેદન અનુસાર દિવાળીના તહેવાર નજીક હોવાથી પાર્સલમાં ફટાકડા, જ્વલનશીલ રસાયણ અથવા બેટરીથી ચાલતી કોઈ ચીજવસ્તુ હોવાની આશંકા છે, જેને લીધે આ ધડાકો થયો હોઈ શકે છે.
આગામી સમયમાં ફોરેન્સિક લેબોરેટરીના અહેવાલ આવ્યા બાદ જ આ વિસ્ફોટ પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે અને કુરિયર કંપની દ્વારા સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ તે અંગે કાયદેસરની તપાસ તેજ કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
