<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

સ્‍વચ્‍છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૬માં સુરત ૫મા ક્રમેઃ રાજકોટ-અમદાવાદ ટોપ-૧૦માં

લખનઉ પ્રથમ અને ઇન્‍દોર બીજા સ્‍થાનેઃ દેશના ૧૦ લાખથી વધુ વસ્‍તી ધરાવતા શહેરોની રેન્‍કિંગમાં સુરતે પાંચમું સ્‍થાન મેળવ્‍યું : રાજકોટ ૧૮૭ સ્‍કોર સાથે સાતમા અને અમદાવાદ ૧૮૬ સ્‍કોર સાથે આઠમા સ્‍થાનેઃ ગુજરાતના ચાર મોટા શહેરોએ ૧૦ લાખથી વધુ વસ્‍તી ધરાવતા શહેરોની રેન્‍કિંગમાં સ્‍થાન મેળવ્‍યું

નવી દિલ્‍હી,તા.૮: લખનઉએ સ્‍વચ્‍છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૬માં દેશભરમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું છે.ગુજરાતમાંથી સુરત પાંચમા ક્રમે જ્‍યારે રાજકોટ અને અમદાવાદે પણ ટોપ-૧૦માં સ્‍થાન મેળવ્‍યું છે. કેન્‍દ્ર સરકારના રાષ્ટ્રીય સ્‍વચ્‍છ વાયુ કાર્યક્રમ એટલે કે ફઘ્‍ખ્‍ભ્‍ હેઠળ દેશના ૨૪ રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોના ૧૩૦ શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. આ સર્વેક્ષણમાં ઉત્તર પ્રદેશનું લખનઉ દેશભરમાં પ્રથમ સ્‍થાને રહ્યું છે. ઇન્‍દોર બીજા અને મધ્‍ય પ્રદેશનું જબલપુર ત્રીજા સ્‍થાને રહ્યું છે. ભોપાલ અને આગ્રા સંયુક્‍ત રીતે ચોથા સ્‍થાને રહ્યા છે. સુરતે ૧૯૧ના સ્‍કોર સાથે પાંચમું સ્‍થાન મેળવ્‍યું છે.

૧૦ લાખથી વધુ વસ્‍તી ધરાવતા શહેરોની રેન્‍કિંગમાં લખનઉએ ૧૯૮ના અંતિમ સ્‍કોર સાથે પ્રથમ સ્‍થાન મેળવ્‍યું છે. ઇન્‍દોર ૧૯૭ સ્‍કોર સાથે બીજા અને જબલપુર ૧૯૫ સ્‍કોર સાથે ત્રીજા સ્‍થાને છે. ભોપાલ અને આગ્રા બંનેનો સ્‍કોર ૧૯૨ છે અને બંને ચોથા સ્‍થાને છે. ગુજરાતનું સુરત ૧૯૧ સ્‍કોર સાથે પાંચમા ક્રમે છે. રાજકોટ ૧૮૭ સ્‍કોર સાથે સાતમા અને અમદાવાદ ૧૮૬ સ્‍કોર સાથે આઠમા સ્‍થાને છે.આ કેટેગરીમાં રાયપુર છઠ્ઠા, થાણે અને ચંડીગઢ સંયુક્‍ત રીતે સાતમા તથા વિજયવાડા આઠમા સ્‍થાને રહ્યા છે. ગાઝિયાબાદ ૧૮૪ સ્‍કોર સાથે નવમા સ્‍થાને છે. નવી મુંબઈ પણ ૧૮૪ સ્‍કોર સાથે નવમા ક્રમે છે. નાગપુર ૧૮૩.૮ સ્‍કોર સાથે ૧૦મા સ્‍થાને છે. મોટા શહેરોમાં કાનપુર ૧૧મા, ત્રિચી અને પુણે ૧૨મા, પ્રયાગરાજ એટલે કે અહેવાલની યાદીમાં અલ્‍હાબાદ ૧૩મા ક્રમે છે.

સર્વેક્ષણમાં ગુજરાતના મોટા શહેરોમાં સુરત પાંચમા, રાજકોટ સાતમા અને અમદાવાદ આઠમા સ્‍થાને રહ્યા છે. વડોદરા ૧૭૯ના સ્‍કોર સાથે ૧૫મા ક્રમે છે. એટલે ગુજરાતના ચાર મોટા શહેરોએ ૧૦ લાખથી વધુ વસ્‍તી ધરાવતા શહેરોની રેન્‍કિંગમાં સ્‍થાન મેળવ્‍યું છે. આ ઉપરાંત રિપોર્ટમાં દેશના અન્‍ય મોટા શહેરોની સ્‍થિતિ પણ આપવામાં આવી છે. દિલ્‍હી ૧૭૨ સ્‍કોર સાથે ૨૧મા અને મુંબઈ ૧૬૦.૮ સ્‍કોર સાથે ૨૮મા ક્રમે છે.આ કેટેગરીમાં ફરીદાબાદ ૧૪મા, વાસઈ-વિરાર ૧૫મા, પટણા અને ઔરંગાબાદ ૧૬મા, દુર્ગ-ભિલાઈ ૧૭મા, ધનબાદ ૧૮મા, હૈદરાબાદ ૧૯મા અને જયપુર ૨૦મા સ્‍થાને છે. વિશાખાપટ્ટનમ ૨૧મા, મેહરઠ ૨૨મા, આસનસોલ ૨૩મા, જોધપુર ૨૪મા, અમૃતસર ૨૫મા, શ્રીનગર ૨૬મા, રાંચી ૨૭મા, નાસિક ૨૯મા અને ગ્‍વાલિયર ૩૦મા સ્‍થાને છે.

રિપોર્ટમાં ઉત્તર પ્રદેશના ૧૬ શહેરોએ અલગ-અલગ કેટેગરીમાં સ્‍થાન મેળવ્‍યું હોવાનું જણાવાયું છે. ૧૦ લાખથી વધુ વસ્‍તી ધરાવતા શહેરોમાં લખનઉ પ્રથમ સ્‍થાને છે. ગાઝિયાબાદે નવમું, કાનપુરે ૧૧મું, પ્રયાગરાજે ૧૩મું અને મેહરઠે ૨૨મું સ્‍થાન મેળવ્‍યું છે. બીજી તરફ આગ્રા ચોથા સ્‍થાને હોવા છતાં તેની અગાઉની રેન્‍કિંગની સરખામણીમાં ઘટાડો થયો છે. કાનપુર, પ્રયાગરાજ અને વારાણસીની રેન્‍કિંગમાં પણ ઘટાડો નોંધાયો છે.૩ લાખથી ૧૦ લાખની વસ્‍તી ધરાવતા શહેરોમાં ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદે બીજું, ઝાંસીએ પાંચમું, મુરાદાબાદ અને નોઈડાએ સંયુક્‍ત આઠમું, ગોરખપુરે ૨૨મું અને બરેલીે ૨૬મું સ્‍થાન મેળવ્‍યું છે. ૩ લાખથી ઓછી વસ્‍તી ધરાવતા શહેરોમાં રાયબરેલી ૧૭મા, અનપરા ૨૯મા, ખુર્જા ૩૦મા અને ગજરૌલા ૩૧મા સ્‍થાને રહ્યા છે.

લખનઉએ હવાના પ્રદૂષણને ઘટાડવા માટે અનેક સ્‍તરે કામ કર્યું છે. કચરો એકત્ર કરવા માટે ઇલેક્‍ટ્રિક વાહનોનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. રસ્‍તાઓ પરથી ધૂળ દૂર કરવા માટે મિકેનાઇઝ્‍ડ સ્‍વીપિગ મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જૂના કચરાનું વૈજ્ઞાનિક રીતે વ્‍યવસ્‍થાપન કરવામાં આવ્‍યું છે. ઘરેથી કચરો એકત્ર કરવા માટે ૧,૧૦૦ ઇલેક્‍ટ્રિક વાહનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાંધકામ અને તોડફોડમાંથી નીકળતા કચરાનું પણ ૧૦૦ ટકા નિકાલ કરવામાં આવ્‍યો છે.લખનઉને NCAP હેઠળ ૧.૫૦ કરોડ રૂપિયાની ઇનામી રકમ પણ આપવામાં આવી છે. નવી દિલ્‍હીના ઇન્‍દિરા પર્યાવરણ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં લખનઉના મેયર સુષમા ખર્કવાલ, મ્‍યુનિસિપલ કમિશનર ગૌરવ કુમાર, એડિશનલ મ્‍યુનિસિપલ કમિશનર પંકજ શ્રીવાસ્‍તવ અને પર્યાવરણ એન્‍જાિનિયર સંજીવ પ્રધાને પુરસ્‍કાર સ્‍વીકાર્યો હતો.

૩થી ૧૦ લાખની વસ્‍તી ધરાવતા શહેરોમાં ઓડિશાનું રાઉરકેલા ૧૯૮.૫ના સ્‍કોર સાથે પ્રથમ સ્‍થાને રહ્યું છે. ફિરોઝાબાદ અને ગુન્‍ટૂર બંને ૧૯૫ સ્‍કોર સાથે સંયુક્‍ત બીજા સ્‍થાને છે. અમરાવતી ત્રીજા અને ભુવનેશ્વર ચોથા સ્‍થાને છે. ઝાંસી પાંચમા, અલવર છઠ્ઠા, લાતૂર સાતમા અને મુરાદાબાદ તથા નોઈડા સંયુક્‍ત આઠમા સ્‍થાને છે.આ કેટેગરીમાં નેલ્‍લોર નવમા, કોરબા ૧૦મા, દાવણગેરે ૧૧મા, દેહરાદૂન ૧૨મા, ઉજ્જૈન ૧૩મા, રાજામુન્‍દ્રી ૧૪મા, ગુવાહાટી ૧૫મા, ઉલ્‍હાસનગર ૧૬મા, સોલાપુર ૧૭મા, સાગર ૧૮મા, હુબલી-ધારવાડ ૧૯મા, જમ્‍મુ ૨૦મા અને કટક ૨૧મા સ્‍થાને છે. ગોરખપુર ૨૨મા, સાંગલી ૨૩મા, જલગાંવ ૨૪મા, પટિયાલા ૨૫મા, બરેલી અને અકોલા સંયુક્‍ત ૨૬મા ક્રમે છે.

૩ લાખથી ઓછી વસ્‍તી ધરાવતા શહેરોમાં કલિગા નગર ૧૯૮.૫ના સ્‍કોર સાથે પ્રથમ સ્‍થાને રહ્યું છે. અંગુલ બીજા અને તાલચેર ત્રીજા સ્‍થાને છે. એલુરુ ચોથા, હલ્‍દિયા પાંચમા, વિજયનગરમ છઠ્ઠા અને દેવાસ સાતમા સ્‍થાને છે. સંગારેડ્ડી આઠમા, દમતલ નવમા અને નલગોંડા ૧૦મા સ્‍થાને છે. આ કેટેગરીમાં પરવાણુ ૧૧મા, શ્રીકાકુલમ પણ ૧૧મા, સુંદરનગર ૧૨મા, નલબાડી ૧૩મા, કાલા અંબ ૧૪મા, નાલાગઢ ૧૫મા, ઋષિકેશ ૧૬મા અને રાયબરેલી ૧૭મા સ્‍થાને છે. ગોવિદગઢ ૧૮મા, નયા નંગલ ૧૯મા, સિલચર ૨૦મા, કાશીપુર ૨૧મા, પાંવટા સાહિબ ૨૨મા, બદ્દી ૨૩મા, બાલાસોર ૨૪મા, શિવસાગર અને ઓંગોલ સંયુક્‍ત ૨૫મા સ્‍થાને છે.ચિત્તૂર ૨૬મા, જાલના ૨૭મા, ખન્ના ૨૮મા, અનપરા ૨૯મા, ખુર્જા ૩૦મા, ગજરૌલા ૩૧મા, પઠાનકોટ/ડેરા બાબા ૩૨મા, નગાંવ ૩૩મા, દીમાપુર ૩૪મા, તુતીકોરિન ૩૫મા, કોહિમા ૩૬મા, ડેરા બસ્‍સી ૩૭મા અને બર્નીહાટ ૩૮મા સ્‍થાને છે.

લખનઉની રેન્‍કિંગમાં સૌથી મોટો સુધારો જોવા મળ્‍યો છે. ૨૦૨૫માં ૧૫મા સ્‍થાને રહેલું લખનઉ ૨૦૨૬માં પ્રથમ સ્‍થાને પહોંચી ગયું છે. ગાઝિયાબાદ ૧૨મા સ્‍થાનેથી નવમા સ્‍થાને આવ્‍યું છે અને મેહરઠ ૩૩મા સ્‍થાનેથી ૨૨મા સ્‍થાને પહોંચ્‍યું છે. બીજી તરફ આગ્રા ત્રીજા સ્‍થાનેથી ચોથા, કાનપુર પાંચમા સ્‍થાનેથી ૧૧મા અને પ્રયાગરાજ સાતમા સ્‍થાનેથી ૧૩મા સ્‍થાને પહોંચ્‍યું છે. વારાણસીની રેન્‍કિંગ ૧૧માંથી ઘટીને ૩૪ થઈ છે.૩થી ૧૦ લાખની કેટેગરીમાં ફિરોઝાબાદ પાંચમા સ્‍થાનેથી બીજા સ્‍થાને આવ્‍યું છે. નોઈડા નવમા સ્‍થાનેથી આઠમા સ્‍થાને પહોંચ્‍યું છે. જ્‍યારે ઝાંસી બીજા સ્‍થાનેથી પાંચમા અને મુરાદાબાદ બીજા સ્‍થાનેથી આઠમા સ્‍થાને આવ્‍યું છે. ગોરખપુર પાંચમા સ્‍થાનેથી ૨૨મા અને બરેલી સાતમા સ્‍થાનેથી ૨૬મા સ્‍થાને પહોંચ્‍યું છે.

રાષ્ટ્રીય સ્‍વચ્‍છ વાયુ કાર્યક્રમ એટલે કે NCAP હેઠળ ૨૪ રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોના ૧૩૦ શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવા માટે ૧૬,૪૨૫ કરોડ રૂપિયાની પ્રદર્શન આધારિત સહાય આપવામાં આવી છે. મંત્રાલયના જણાવ્‍યા અનુસાર ૨૦૧૭-૧૮ની સરખામણીમાં ૨૦૨૫-૨૬ દરમિયાન ૧૦૮ શહેરોમાં ભ્‍પ્‍૧૦ના સ્‍તરમાં સુધારો થયો છે. તેમાંથી ૭૨ શહેરોમાં PM૧૦માં ૨૦ ટકાથી વધુ અને ૨૬ શહેરોમાં ૪૦ ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે. ૧૪ શહેરો રાષ્ટ્રીય આસપાસની હવાની ગુણવત્તાના ધોરણો પૂર્ણ કરવામાં સફળ રહ્યા છે.આ સર્વેક્ષણ દરમિયાન ફઘ્‍ખ્‍ભ્‍ હેઠળ શહેરો અને રાજ્‍ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અપનાવવામાં આવેલી શ્રેષ્ઠ વ્‍યવસ્‍થાપન પદ્ધતિઓનું સંકલન પણ જાહેર કરવામાં આવ્‍યું છે. તેમાં રસ્‍તાની ધૂળ નિયંત્રણ, વાહન અને ઔદ્યોગિક પ્રદૂષણ નિયંત્રણ, કચરા વ્‍યવસ્‍થાપન, હરિયાળા વિસ્‍તારોનો વિકાસ અને જનજાગૃતિ જેવા ઉપાયો સામેલ છે.

સ્‍વચ્‍છ વાયુ સર્વેક્ષણમાં શહેરોના પ્રદર્શનનું મૂલ્‍યાંકન અનેક માપદંડોના આધારે કરવામાં આવ્‍યું છે. તેમાં રસ્‍તાની ધૂળ પર નિયંત્રણ, ઘન કચરા વ્‍યવસ્‍થાપન, વાહનોના પ્રદૂષણ પર નિયંત્રણ, ઔદ્યોગિક ઉત્‍સર્જન, બાંધકામ અને તોડફોડના કચરાનું વ્‍યવસ્‍થાપન તથા ખુલ્‍લામાં કચરો સળગાવવા પર નિયંત્રણ જેવા મુદ્દાઓ સામેલ છે. આ ઉપરાંત જનજાગૃતિની કામગીરીને પણ મહત્‍વ આપવામાં આવ્‍યું છે.સર્વેક્ષણના કાર્યક્રમની અધ્‍યક્ષતા રાષ્ટ્રીય હરિત ટ્રિબ્‍યુનલના અધ્‍યક્ષ ન્‍યાયમૂર્તિ પ્રકાશ શ્રીવાસ્‍તવે કરી હતી. તેમણે જણાવ્‍યું કે સ્‍વચ્‍છ હવા મેળવવી અશક્‍ય લક્ષ્ય નથી. યોગ્‍ય આયોજન અને જમીની સ્‍તરે અસરકારક અમલીકરણથી શહેરો પોતાની હવાની ગુણવત્તામાં સુધારો કરી શકે છે. તેમના જણાવ્‍યા અનુસાર પ્રદૂષણ નિયંત્રણમાં સ્‍થાનિક સંસ્‍થાઓ સૌથી મહત્‍વની કડી છે.

આ વખતે સ્‍વચ્‍છ વાયુ સર્વેક્ષણમાં પહેલીવાર શહેરોની સાથે વોર્ડને પણ સામેલ કરવામાં આવ્‍યા છે. કેટેગરી-૧માં લખનઉના વોર્ડ નંબર ૭૦એ સમગ્ર દેશમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું છે. આથી માત્ર શહેર સ્‍તરે જ નહીં પરંતુ સ્‍થાનિક સ્‍તરે પણ હવાની ગુણવત્તા સુધારવા માટે કરવામાં આવતી કામગીરીને મહત્‍વ આપવામાં આવ્‍યું છે.દર વર્ષે આ પુરસ્‍કાર ત્રણ જૂથોમાં આપવામાં આવે છે. તેમાં ૩ લાખથી ઓછી વસ્‍તી ધરાવતા શહેરો, ૩થી ૧૦ લાખની વસ્‍તી ધરાવતા શહેરો અને ૧૦ લાખથી વધુ વસ્‍તી ધરાવતા શહેરોનો સમાવેશ થાય છે. આ રેન્‍કિંગ ૨૪ રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોના ૧૩૦ શહેરોના પ્રદર્શનના આધારે તૈયાર કરવામાં આવે છે

(10:33 AM IST)