<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

રામ મંદિરમાં દાનની ચોરીના મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : સીનીયર અધિકારીના નેતૃત્વમાં SIT પુનર્ગઠનનો આદેશ આપ્યો

ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કડક શબ્દોમાં આ મુદ્દા પર રાજકારણ નહીં કરવાની સલાહ આપી:ટકોર કરતા કહ્યું કે, અદાલતો રાજકારણ કરવાનો અખાડો નથી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રામ મંદિર દાન ચોરી કેસની સુનાવણી કરતાં એક મહત્વનો આદેશ કર્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક વરિષ્ઠ IPS અધિકારીના નેતૃત્વ હેઠળ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની પુનર્ગઠન કરવાનો આદેશ આપ્યો છે.

સુનાવણી દરમિયાન સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ કેસમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરી દેવામાં આવ્યો છે અને સઘન તપાસ ચાલુ હોવાની સાથે અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે કેસની કાર્યવાહી આગળ ધપાવતા સોલિસિટર જનરલને સવાલ કર્યો હતો કે હાલમાં આ કેસની તપાસ કોણ ચલાવી રહ્યું છે? જેના જવાબમાં એસજી તુષાર મહેતાએ કોર્ટને માહિતગાર કર્યા હતા કે, "સાચી હકીકત બહાર લાવવા માટે પહેલા એક એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને હવે પોલીસ તેની તપાસ કરી રહી છે. એસઆઈટીની તપાસમાં સામે આવ્યું છે કે આ એક કોગ્નિઝેબલ ઓફન્સ છે

 

(6:38 PM IST)