<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

ચૂંટણી પંચના નવા ફોર્મ-૬ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો ખુલાસોઃ અમે નથી આપી મંજૂરી કે નથી કર્યો અસ્‍વીકાર

ફોર્મ-૬ અને સીઈસી જ્ઞાનેશ કુમાર સંબંધિત અરજીઓ પર ૨૭ ઓક્‍ટોબરે સાથે સુનાવણી હાથ ધરાશે : સમાચાર બનાવવા માટે કોર્ટના શબ્‍દોની પસંદગી ન કરોઃ તેવી સલાહ

નવી દિલ્‍હી, તા.૧૨: મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે ઉપયોગમાં લેવાતા ચૂંટણી પંચના નવા ફોર્મ-૬ ની માન્‍યતા અને મંજૂરી અંગે ચાલી રહેલી ગેરસમજણ અને વિવાદ પર સોમવારે સુપ્રીમ કોર્ટે અત્‍યંત મહત્‍વપૂર્ણ સ્‍પષ્ટતા કરી છે. મુખ્‍ય ન્‍યાયાધીશ સૂર્યકાંત અને જસ્‍ટિસ જોયમલ્‍યા બાગચીની બેન્‍ચે સ્‍પષ્ટ શબ્‍દોમાં જણાવ્‍યું હતું કે, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના નવા ફોર્મ-૬ ને ન તો કોઈ ન્‍યાયિક મંજૂરી આપી છે કે ન તો તેને નકારી કાઢયું છે. કોર્ટે આ અંગે હજુ સુધી કોઈ જ અંતિમ નિર્ણય સંભળાવ્‍યો નથી. સુનાવણી દરમિયાન અરજદારના વકીલે કોર્ટનું ધ્‍યાન દોરતા ગંભીર આરોપ લગાવ્‍યો હતો કે ચૂંટણી પંચ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નવા ફોર્મ-૬ ને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી કે મંજૂરી મળી ગઈ છે. ૫ ઓક્‍ટોબરના રોજ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્‍પણીઓ બાદ પણ પંચ દ્વારા આવો દાવો ચાલુ રખાયો હોવાનું વકીલે જણાવતા કાનૂની વર્તુળોમાં ભારે ચર્ચા જાગી હતી. આ દાવાઓનો છેદ ઉડાડતા જસ્‍ટિસ જોયમલ્‍યા બાગચીએ સ્‍પષ્ટતા કરી હતી કે, જ્‍યારે સુપ્રીમ કોર્ટે બિહાર સ્‍પેશિયલ ઇન્‍ટેન્‍સિવ રિવિઝન ઓફ વોટર લિસ્‍ટ  કેસમાં પોતાનો નિર્ણય આપ્‍યો હતો, ત્‍યારે ચૂંટણી પંચનું નવું ફોર્મ-૬ અસ્‍તિત્‍વમાં જ નહોતું. તેથી, તે જૂના નિર્ણયના આધારે એવો નિષ્‍કર્ષ કયારેય ન કાઢી શકાય કે કોર્ટે નવા ફોર્મ-૬ પર પોતાની મહોર મારી દીધી છે કે તેને રદ કર્યું છે.

 બીજી તરફ, સીજેઆઈ સૂર્યકાંતે કોર્ટની અગાઉની ટિપ્‍પણીઓનો સગવડભર્યો અર્થ ન કાઢવા માટે કડક શબ્‍દોમાં વિનંતી કરતા કહ્યું હતું કે, કળપા કરીને સમાચાર બનાવવાના હેતુથી શબ્‍દોની પસંદગી કરશો નહીં. તેમણે સ્‍પષ્ટ કર્યું કે ફોર્મ-૬ સંબંધિત મુદ્દો કોર્ટના ધ્‍યાન પર આવી ચૂકયો છે. આ ઉપરાંત મુખ્‍ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સંબંધિત દાખલ કરાયેલી બીજી અરજીને પણ આ મુખ્‍ય કેસ સાથે જોડી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ તમામ અરજીઓ પર હવે આગામી ૨૭ ઓક્‍ટોબરના રોજ એકસાથે વિસ્‍તળત સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.

(2:34 PM IST)