તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 23rd September 2026
-આવા આંતરરાજ્ય વિવાદમાં અલગ-અલગ સંસ્થાઓની અરજીઓ સ્વીકારવાનું શરૂ કરવામાં આવે તો તેનો અંત નહીં આવે.
કાવેરી જળવહેંચણીમાં સંસ્થાની નવી અરજી સાંભળવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
-આવા આંતરરાજ્ય વિવાદમાં અલગ-અલગ સંસ્થાઓની અરજીઓ સ્વીકારવાનું શરૂ કરવામાં આવે તો તેનો અંત નહીં આવે.

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કાવેરી નદીના પાણીની વહેંચણી સંબંધિત એક સંસ્થા દ્વારા દાખલ કરાયેલી નવી અરજી સાંભળવાનો ઇનકાર કર્યો છે. ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતાની ખંડપીઠે જણાવ્યું કે આ વિવાદ તમિલનાડુ અને કર્ણાટક વચ્ચેનો છે અને બંને રાજ્યો પહેલેથી જ કોર્ટમાં પોતપોતાનો પક્ષ રજૂ કરી રહ્યાં છે. આવા આંતરરાજ્ય વિવાદમાં અલગ-અલગ સંસ્થાઓની અરજીઓ સ્વીકારવાનું શરૂ કરવામાં આવે તો તેનો અંત નહીં આવે. કર્ણાટક સરકારે કોર્ટને જણાવ્યું હતું કે ૩૧ ઑગસ્ટ સુધી તમિલનાડુને નિર્ધારિત કરતાં વધુ પાણી છોડાયું છે અને કાવેરી જળ વ્યવસ્થાપન પ્રાધિકરણના પ્રતિ સેકન્ડ ૯,૦૦૦ ઘનફૂટ પાણી છોડવાના નિર્દેશનું પાલન થઈ રહ્યું છે.
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
