<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

સર્વોચ્ચ અદાલત દર મહિને કાયદા અને ન્યાય ઉપર વ્યાખ્યાન યોજશેઃ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તની શિક્ષક દિવસે મહત્વપૂર્ણ જાહેરાત

ન્યાયપીઠ, વકીલો, શિક્ષણવિદો અને યુવા કાનૂનજ્ઞો વચ્ચે વિચારવિમર્શઃ શ્રેષ્ઠ કાનૂની શિક્ષકોને વાર્ષિક વિશેષ સન્માન આપવાની યોજના

નવી દિલ્હી: માસિક શ્રેણીનું પ્રથમ વ્યાખ્યાન સપ્ટેમ્બરમાં યોજાશે અને સમકાલીન કાયદાકીય-સામાજિક પ્રશ્નો ઉપર ચર્ચા થશે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે શિક્ષક દિવસ નિમિત્તે સર્વોચ્ચ અદાલત દ્વારા ‘કાયદો, ન્યાય અને કાનૂની શિક્ષણ’ વિષયક માસિક વ્યાખ્યાન શ્રેણી શરૂ કરવાની જાહેરાત કરી છે.

‘દર મહિને એક મહત્વપૂર્ણ વિચાર’ના અભિગમ સાથે યોજાનારી શ્રેણીમાં ન્યાયમૂર્તિઓ, વકીલો, શિક્ષણવિદો, વિષય નિષ્ણાતો અને યુવા કાનૂનજ્ઞોને એક મંચ ઉપર લાવવામાં આવશે. તેનો હેતુ કાનૂની વ્યવસ્થા અને સમાજને અસર કરતા સમકાલીન મુદ્દાઓ ઉપર નિયમિત સંવાદ ઊભો કરવાનો છે. કાનૂની શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર એક અથવા બે શિક્ષણવિદોને દર વર્ષે શિક્ષક દિવસ આસપાસ બિનનાણાકીય ‘સર્વોચ્ચ અદાલત ન્યાય શિક્ષા સન્માન’ આપવાનો પ્રસ્તાવ પણ રજૂ થયો છે

(11:14 PM IST)