તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
TASMAC ભ્રષ્ટાચાર કેસમાં ડીએમકે નેતા સેન્થિલ બાલાજીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત ધરપકડ સામે મળ્યું વચગાળાનું રક્ષણ, પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ!
તપાસ એજન્સી સમક્ષ નિયમિત હાજરી આપવા અને દેશ છોડીને ન જવા સુપ્રીમ કોર્ટની કડક શરત; તમિલનાડુના પૂર્વ મંત્રીને કાનૂની મોરચે મોટી સફળતા.

નવી દિલ્હી : તમિલનાડુના કથિત TASMAC (તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન) ભ્રષ્ટાચાર કેસમાં ડીએમકે (DMK) ના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી વી. સેન્થિલ બાલાજીને સુપ્રીમ કોર્ટ તરફથી બહુ મોટી કાનૂની રાહત મળી છે. સર્વોચ્ચ અદાલતે આ કેસમાં સેન્થિલ બાલાજીની ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપતો મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. આ આદેશ બાદ તપાસ એજન્સીઓ હાલ તેમની ધરપકડ કરી શકશે નહીં, જેનાથી તેમને મોટો આશકારો મળ્યો છે.
જોકે, સર્વોચ્ચ અદાલતે સેન્થિલ બાલાજીને રાહત આપવાની સાથે કેટલીક આકરી શરતો પણ લાદી છે. કોર્ટે તેમને પોતાનો પાસપોર્ટ તાત્કાલિક સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ સરન્ડર (જમા) કરવાનો નિર્દેશ આપ્યો છે, જેથી તેઓ અદાલતની પરવાનગી વગર દેશ છોડીને બહાર જઈ શકે નહીં. આ ઉપરાંત, તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવા અને જરૂર પડે ત્યારે તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થવા માટે પણ જણાવવામાં આવ્યું છે.
અદાલતની મુખ્ય શરતો:
· ધરપકડ પર રોક: તપાસ એજન્સીઓ દ્વારા તાત્કાલિક ધરપકડ સામે વચગાળાનું રક્ષણ.
· પાસપોર્ટ સરન્ડર: દેશ છોડીને જવા પર પ્રતિબંધ, પાસપોર્ટ કોર્ટ/તપાસ એજન્સી સમક્ષ જમા કરાવવો પડશે.
· તપાસમાં સહયોગ: કેસની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાનો અને અધિકારીઓ સમક્ષ હાજરી આપવાનો આદેશ.
ઉલ્લેખનીય છે કે TASMAC મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા આ કેસમાં સેન્થિલ બાલાજી સામે લાંબા સમયથી તપાસ ચાલી રહી છે. અગાઉ પણ તેઓ ઈડી (ED) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને કારણે જેલ જઈ ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ તમિલનાડુના રાજકારણમાં અને ડીએમકે છાવણીમાં રાહતનો શ્વાસ લેવાયો છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
