News of Wednesday, 15th July 2026
રાહુલ ગાંધી સામે માનહાનિ કેસમાં સુલ્તાનપુર કોર્ટ સંભળાવશે ચુકાદો
-ડિજિટલ પુરાવાઓની ફોરેન્સિક તપાસ કરવાની માંગ પર કોર્ટે અગાઉ આદેશ અનામત રાખ્યો હતો ;હવે આખરી ફેંસલો આવશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ વિરુદ્ધ કર્ણાટકમાં વાંધાજનક ટિપ્પણી કરવા બદલ દાખલ થયેલા માનહાનિના કેસમાં સુલ્તાનપુર કોર્ટ આગામી 15 જુલાઈના રોજ પોતાનો ચુકાદો સંભળાવશે.આ મામલામાં બંને પક્ષો દ્વારા તમામ દલીલો પૂર્ણ થઈ ચૂકી છે અને ડિજિટલ પુરાવાઓની ફોરેન્સિક તપાસ કરવાની માંગ પર કોર્ટે અગાઉ પોતાનો આદેશ અનામત રાખ્યો હતો જેના પર હવે 15 જુલાઈએ આખરી ફેંસલો આવશે.
(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
