<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો: ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોને કાળઝાળ ગરમીમાં રાહત

સીકર અને ઝૂનઝૂનના ગ્રામ પંથકમાં ધોધમાર વરસાદ : જયપુર અને દૌસામાં આંધી સાથે વરસાદનું એલર્ટ : ભરતપુર, ડીગ, કરૌલી અને ધૌલપુર જિલ્લામાં પણ વરસાદની આગાહી

રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. સીકરના ખંડેલા વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જ્યારે ઝૂનઝૂનના નવલગઢમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. 

  હવામાન વિભાગ દ્વારા જયપુર અને દૌસામાં આંધી સાથે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત ભરતપુર, ડીગ, કરૌલી અને ધૌલપુર જિલ્લામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કેટલાંક વિસ્તારોમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

(11:47 AM IST)