તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
અમેરિકા સુધી પહોંચી શકે એવી, ૧૨,૦૦૦ કિલોમીટર રેન્જ ધરાવતી મિસાઇલનું સફળ પરીક્ષણ
ભારતની ઐતિહાસિક સિદ્ધિ : હાલમાં રશિયા પાસે ૧૨,૦૦૦ કિલોમીટરથી વધુની ક્ષમતા ધરાવતી ‘સરમત' અને ચીન પાસે ‘ડોન્ગફેન્ગ-૪૧' જેવી મિસાઇલો છે

નવી દિલ્હી,તા.૧૧: સંરક્ષણક્ષેત્રે ભારતે એક નવો ઇતિહાસ રચ્યો છે. ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા શુક્રવારે સાંજે ઓડિશાના દરિયાકાંઠેથી પરમાણુક્ષમતા ધરાવતી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM)નું પ્રથમ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઇલ ૧૨,૦૦૦ કિલોમીટર સુધીના અંતરે પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે, જે ભારતને વિશ્વના અત્યંત શક્તિશાળી દેશોની હરોળમાં લાવી દે છે.
અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા, ચીન અને ઉત્તર કોરિયા પાસે જ ૧૨,૦૦૦ કિલોમીટરથી વધુની રેન્જ ધરાવતી ICBM ટેક્રોલોજી ઉપલબ્ધ હતી. ફ્રાન્સ અને બ્રિટન પાસે સબમરીન-લોન્ચ્ડ બેલિસ્ટિક મિસાઇલ (SLBM) ટેક્રોલોજી છે, પરંતુ આજના પરીક્ષણ બાદ ભારત હવે આ વિશિષ્ટ ગ્રુપમાં સામેલ થઈ ગયું છે. આ મિસાઇલની રેન્જમાં હવે અમેરિકા સહિત વિશ્વના મોટા ભાગના દેશો આવી જશે જે ભારતની વૈશ્વિક વ્યૂહાત્મક પહોંચમાં મોટો વધારો કરશે.
હાલમાં રશિયા પાસે ૧૨,૦૦૦ કિલોમીટરથી વધુની ક્ષમતા ધરાવતી ‘સરમત' અને ચીન પાસે ‘ડોન્ગફેન્ગ-૪૧' જેવી મિસાઇલો છે. ભારતની આ નવી સિદ્ધિ પરમાણુ હુમલાનો જડબાતોડ જવાબ આપવાની ક્ષમતા (Second Strike Capability)ને મજબૂત કરે છે. જાટિલ રોકેટ પ્રોપલ્શન, ગાઇડન્સ સિસ્ટમ અને રી-એન્ટ્રી ટેક્રોલોજીમાં મેળવેલી આ મહારત ભારતની સુરક્ષાને અભેદ્ય બનાવશે અને ભવિષ્યમાં કોઈ પણ દેશને ભારત પર હુમલો કરતાં પહેલાં ૧૦૦ વાર વિચારવા મજબૂર કરશે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
