<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

ISRO દ્વારા નવી પેઢીના NVS-03 નેવિગેશન સેટેલાઈટનું સફળ લોન્‍ચિંગ

અંતરિક્ષમાં ભારતની મોટી છલાંગઃ નવો ઉપગ્રહ ભારતની નેવિગેશન વ્‍યવસ્‍થાને વધુ મજબૂત અને સચોટ બનાવશે

શ્રીહરિકોટા,તા.૩૧: અંતરિક્ષ ક્ષેત્રે ભારતે વધુ એક મોટી સફળતા પ્રાપ્ત કરતા નવી પેઢીના નેવિગેશન ઉપગ્રહ (NVS-03)નું સફળ પ્રક્ષેપણ કર્યું છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્‍થા (ઈસરો) દ્વારા આ નેવિગેશન ઉપગ્રહને GSLV-F18 રોકેટની મદદથી રાત્રે ૧૧:૫૧ વાગ્‍યે શ્રીહરિકોટા સ્‍થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્‍દ્ર પરથી લોન્‍ચ કરવામાં આવ્‍યો છે. આ ઉપગ્રહનું લોન્‍ચિંગ ભારતની પોતાની સ્‍વદેશી નેવિગેશન પ્રણાલી 'NavIC' માટે અત્‍યંત મહત્‍વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે આ પ્રણાલી ઉપગ્રહોની અછતનો સામનો કરી રહી હતી.

આ નવો ઉપગ્રહ ભારતની નેવિગેશન વ્‍યવસ્‍થાને વધુ મજબૂત અને સચોટ બનાવશે. આ તકનીકના માધ્‍યમથી સમગ્ર દેશ ઉપરાંત ભારતની સરહદથી ૧૫૦૦ કિલોમીટર સુધીના વિસ્‍તારમાં સચોટ સ્‍થાન અને માહિતી મેળવી શકાશે. આ ઉપગ્રહની ક્ષમતાઓનો ઉપયોગ દરિયાઈ વાહનવ્‍યવહાર, માર્ગ પરિવહન અને આપત્તિ વ્‍યવસ્‍થાપન જેવા ક્ષેત્રોમાં વ્‍યાપકપણે કરવામાં આવશે. આ પ્રણાલી વધુ સક્ષમ બનવાથી ભારતની અમેરિકાની 'જીપીએસ' સિસ્‍ટમ પરની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો થશે.

NVS-03 એ ભારતની પ્રાદેશિક નેવિગેશન પ્રણાલીનો ત્રીજી પેઢીનો ઉપગ્રહ છે. આ નવા ઉપગ્રહમાં વિદેશથી આયાત કરાયેલી અત્‍યાધુનિક પરમાણુ ઘડિયાળ સ્‍થાપિત કરવામાં આવી છે. તેમાં L5/S સિગ્નલો ઉપરાંત ન્‍૧ સિગ્નલનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે. આ સફળતા બાદ ઈસરો દ્વારા આગામી સમયમાં NVS-04 અને NVS-05 ઉપગ્રહો લોન્‍ચ કરવાની દિશામાં પણ કામગીરી ચાલી રહી છે.

ભારતની સ્‍વદેશી નેવિગેશન સિસ્‍ટમ વિતેલા સમયમાં કેટલીક તકનીકી મુશ્‍કેલીઓનો સામનો કરી રહી હતી. જુલાઈ મહિનામાં સરકાર દ્વારા સંસદમાં પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી કે નાવિક સિસ્‍ટમના માત્ર ૩ ઉપગ્રહો જ સક્રિયપણે કામ કરી રહ્યા છે, જ્‍યારે આ સિસ્‍ટમને યોગ્‍ય અને સુચારૂ રીતે કાર્યરત રાખવા માટે ઓછામાં ઓછા ૪ સક્રિય ઉપગ્રહોની અનિવાર્ય જરૂરિયાત હોય છે.

અગાઉ ઈસરો દ્વારા જાન્‍યુઆરી ૨૦૨૫માં NVS-02 ઉપગ્રહને લોન્‍ચ કરવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો, પરંતુ તે ઉપગ્રહ પોતાની નિયત ભ્રમણકક્ષામાં પહોંચવામાં નિષ્‍ફળ રહ્યો હતો. તેથી, NVS-03નું આ સફળ લોન્‍ચિંગ ભારતની અંતરિક્ષ ક્ષમતા અને નેવિગેશન સ્‍વાયત્તતા માટે અત્‍યંત સીમાચિホરૂપ સાબિત થશે

(10:06 AM IST)