<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

રાજ્યસભા ચૂંટણી પહેલા સુભાસ્પાના ધારાસભ્ય અબ્બાસ અંસારી અખિલેશ યાદવને મળ્યા:રાજકીય ઉથલપાથલના એંધાણ

બંને નેતાઓએ સપા રાજ્ય મુખ્યાલયમાં લગભગ એક કલાક સુધી મુલાકાત કરી.

લખનૌ : ઉત્તર પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો આવ્યો છે, મુખ્તાર અંસારીના મોટા પુત્ર અને સુભાસ્પાના ધારાસભ્ય અબ્બાસ અંસારી રાજ્યસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મળ્યા હતા આ  બંને નેતાઓએ સપા રાજ્ય મુખ્યાલયમાં લગભગ એક કલાક સુધી મુલાકાત કરી હતી  રાજ્યસભા ચૂંટણીમાં ત્રીજા ઉમેદવાર માટે સંખ્યા એકઠી કરવામાં વ્યસ્ત અખિલેશ યાદવે પણ આજે એક નિવેદન બહાર પાડ્યું હતી  અખિલેશ યાદવ અને અંસારી પરિવાર વચ્ચેના લાંબા સમયથી ચાલતા સંબંધોને જોતાં, આ મુલાકાત રાજ્યસભા ચૂંટણી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બેઠક બાદ, અબ્બાસ અંસારી સપા રાજ્ય મુખ્યાલય છોડીને ગયા પરંતુ મીડિયા સાથે વાત કરી નહીં.

(10:30 PM IST)