તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
USમાં કામ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પાસે રૂા.૬૮ લાખની ફી વસૂલાશે
ભારત સહિતના દેશોના વિદ્યાર્થીઓને ટ્રમ્પ સરકારનો વધુ એક ફટકોઃ OPTમાં ભાગ લેતા દરેક વિદ્યાર્થીની આ ફ્રી શાળાએ ચૂકવવાની રહેશે : વિઝા સિસ્ટમમાં થતી ગેરરીતિ રોકવા આ પ્રસ્તાવ લવાયાની ગૃહવિભાગની દલીલ

વોશિંગ્ટન તા.૮: ભારત સહિતના દેશોના વિદ્યાર્થીઓને આંચકો આપે તેવી એક દરખાસ્તમાં, ટ્રમ્પ સરકારે અમેરિકામાં અભ્યાસ પછી નોકરી કરવા ઈચ્છતા આંતરરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પાસેથી ૭૦,૦૦૦ ડોલર (આશરે રૂા.૬૭.૭૧ લાખ) ની જંગી ફ્રી વસુલવાની હિલચાલ આદરી છે. આ દરખાસ્ત, વિદેશીઓને અમેરિકામાં રોજગારી હાંસલ કરતા અટકાવવાના ટ્રમ્પ સરકારના શ્રેણીબદ્ધ પ્રયાસોનો ભાગ છે.
અમેરિકાના ગૃહ વિભાગની આ દરખાસ્ત અનુસાર, વિદ્યાર્થીઓને તેમના શાળાના સમય બાદ તેમના અભ્યાસના ક્ષેત્રમાં જ નોકરી કરવાની મંજૂરી આપતાં ઓપ્શનલ પ્રેક્ટિસ ટ્રેઈનિગ પ્રોગ્રામ (ઓપીટી)માં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીની ૭૦,૦૦૦ ડોલરની આ ફ્રી શાળાએ ચૂકવવાની રહેશે.
સામાન્ય રીતે વિદ્યાર્થીઓને ભાતર પૂરું થયા પછી એક વર્ષ માટે કામ કરવાની મંજૂરી મળે છે. જોકે, સાયન્સ, ટેકનોલોજી, એન્જાિનિયરિગ અને મેલ્સ (સ્ટેમ)ના વિદ્યાર્થીઓને બીજા બે વર્ષ પણ મળી શકે છે. હવેથી કોલેજોએ દરેક નવા વિદ્યાર્થીની પહેલી અરજી માટે ૭૦,૦૦૦ ડોલર અને તેને આગળ લંબાવવા માટે ૩૦,૦૦૦ ડોલર ફ્રી આપવી પડશે.
ફી માટે આંતરરાષ્ટ્રીયવિદ્યાર્થીઓ પર મોટાપાયે આધાર રાખતી અમેરિકાની કોલેજોને સરકારના પ્રસ્તાવથી મોટો ફટકો પડશે. આ સાથે જ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કામ પર રાખતી ટેકનોલોજી કંપનીઓને પણ અસર થશે.
આ દરખાસ્ત અંગે પ્રતિક્રિયા આપતાં આંતરરાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સંસ્થા એનએએફએસએના સીઈઓ ફેટા ઓ એ જણાવ્યું હતું કે, ઓપીટી પ્રોગ્રામથી વિદેશી વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ મળે છે અને સ્ટેમ ક્ષેત્રમાં કર્મચારીઓની અછત દૂર થાય છે. આ જંગી ફ્રી લાદવાથી અમેરિકામાં કુશળ માનવબળની અછત સર્જાશે. એટલું જ નહીં પણ અમેરિકાના વિકાસ, નવી શોધ, આર્થિક વૃદ્ધિ અને તેની વૈશ્વિક ઓળખને પણ નુકસાન થશે.
હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ (ડીએચએસ) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ફી વિઝા સિસ્ટમમાં થતી ગેરરીતિઓ રોકવા માટે લવાઈ રહી છે, કારણ કે આ પ્રોગ્રામ સસ્તાં વિદેશી કામદારો મેળવવાનું સાધન બની ગયો હતો. આ પ્રસ્તાવને આખરી ઓષ આપીને લાગુ કરતાં પહેલાં લોકોને અભિપ્રાય આપવા માટે ૬૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે. જોકે, યુનિવર્સિટીઓ અને વિદેશી કંપનીઓ આ નિર્ણય સામે કોર્ટમાં જઈ શકે છે, જેનાથી આ પ્રક્રિયા અટકી પણ શકે છે. ટ્રમ્પ સરકાર ઈમિગ્રેશન પર નિયંત્રણ લાદવા અને શિક્ષણ પ્રણાલી બદલવાના પ્રયાસો હેઠળ વિદેશી વિદ્યાર્થીઓ પર સતત અંકુશો વધારી રહી છે. ગયા વર્ષે પણ આ સરકારે અચાનક હજારો વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરી દીધા હતા અને ઘણાંને અટકાયતમાં લઈને દેશનિકાલ કરી દીધો હતો
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
