તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
સ્ટુડન્ટે પોતાની જ ટીચર પાસેથી બંદૂકની અણીએ લૂંટી લીધા ૧.૯૦ કરોડ રૂપિયા

ભોપાલ,તા.૭: ભોપાલમાં સરકારી નોકરી માટે UPSCની તૈયાર કરી રહેલા એક યુવકે તેની જ ટીચરને બંધક બનાવીને તેની પાસેથી ૧.૯૦ કરોડ રૂપિયા લૂંટી લીધા હતા. પ્રિયંક શર્મા નામનો યુવક ૨૦૧૬માં IAS બનવા માટે કોચિગ ક્લાસમાં શુભ્રા રંજન નામની ટીચર પાસે ભણી ચૂક્યો હતો. જોકે તાજેતરમાં પ્રિયંકે શુભ્રા મેડમને ભોપાલમાં કોચિગ ખોલવાના નામે દિલ્હીથી બોલાવ્યા હતા. ભોપાલમાં તેમને એક ભાડાના ફલેટમાં લઈ ગયો જ્યાં ઑલરેડી કેટલાક બદમાશો હતા. આ બદમાશોએ મેડમને બંદૂકની અણીએ બંધક બનાવી લીધાં. આ ધમાલ ચાલી રહી હતી ત્યારે આગળની રૂમમાં સુંદરકાંડનો પાઠ મોટેથી ચાલુ કરાવી દીધો જેથી અંદર ચાલતી મગજમારીનો અવાજ બહાર ન જાય. એક નકલી વિડિયો બનાવીને એમાં શુભ્રા મેડમને ગુનેગાર બનાવીને રજૂ કરવામાં આવ્યાં. આ લૂંટ ચલાવ્યા પછી પ્રિયંક પોતે હોસ્પિટલમાં ભરતી થઈ ગયો હતો. જોકે શુભ્રા રંજન પોલીસમાં ફરિયાદ કરવા ગયાં અને નકલી વિડિયો પર ભરોસો કરવાને બદલે પોલીસે પ્રિયંકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં અને તેને હોસ્પિટલમાંથી જ ધરપકડ કરીને લઈ ગયા.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
