તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ ૮૦૦ પોઈન્ટ ઉછળ્યો
આઈટી શેરોમાં સૌથી મોટો ઉછાળોઃ નિફટી ૨૪,૨૦૦ ને પાર

નવી દિલ્હી તા.૨૯: મિશ્ર વૈશ્વિક સંકેતો અને વધતા જતા ક્રૂડ ઓઈલના ભાવ વચ્ચે, સ્થાનિક શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે. શરૂઆતના ટ્રેડિગમાં બીએસઈ સેન્સેક્સ ૮૦૦ પોઈન્ટ વધ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી૫૦ ઇન્ડેક્સ ૨૪,૨૦૦ ને પાર કરી ગયો હતો. સવારે ૧૦.૧૫ વાગ્યે, સેન્સેક્સ ૮૨૪ પોઈન્ટ અથવા ૧.૦૧% વધીને ૭૭,૫૯૦ પર ટ્રેડ કરી રહ્યો હતો. તે જ સમયે, નિફટી પણ ૨૩૫ પોઈન્ટ અથવા ૦.૯૧% વધીને ૨૪,૨૨૧ પોઈન્ટ પર પહોંચ્યો હતો. દરમિયાન, શરૂઆતના કારોબારમાં, રૂપિયો ડોલર સામે ૧૨ પૈસા મજબૂત થઈને ૯૫.૭૦ પર ખુલ્યો.
સેન્સેક્સના ૩૦ માંથી ૨૪ શેર વધારા સાથે ખુલ્યા. ઇન્ફોસિસમાં સૌથી વધુ ૩.૫૬%નો વધારો જોવા મળ્યો. આ ઉપરાંત, એલ એન્ડ ટી, ટીસીએસ, હિન્દુસ્તાન યુનિલિવર, એટરનલ, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ અને બજાજ ફાઇનાન્સના શેરમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો. બીજી તરફ, મારુતિ, ટાઇટન, એનટીપીસી, એશિયન પેઇન્ટ્સ, ઇન્ડિગો અને પાવરગ્રીડના શેર ઘટાડા સાથે ખુલ્યા.
IT, બેંકિગ અને FMCG જેવા મુખ્ય ક્ષેત્રોમાં મજબૂત ખરીદીને કારણે બજારમાં તેજી જોવા મળી. ગ્લ્ચ્નું બજાર મૂડી રૂા. ૩ લાખ કરોડ વધીને રૂા. ૪૮૨ લાખ કરોડ થયું. ઇન્ડિયા VIX માં ૩% થી વધુનો ઘટાડો રોકાણકારોમાં ભય ઓછો થવાનો સંકેત આપે છે. વ્યાપક બજારો પણ સકારાત્મક રીતે ટ્રેડ થઈ રહ્યા હતા, જેનાથી એકંદર સેન્ટિમેન્ટમાં વધારો થયો હતો
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
